વોટરબેબી સારા અલી ખાન…

મુંબઈમાં ચોમાસું હવે તેની આ મોસમના આખરી મહિનામાં છે અને ગરમીનું પ્રમાણ વધી ગયું છે ત્યારે બોલીવૂડ અભિનેત્રી સારા અલી ખાન સ્વિમિંગ પૂલમાં પડ્યાં રહીને પોતાનાં મૂડને ઠંડક પૂરી પાડવાનું પસંદ કરે છે. ગુલાબી રંગની બિકીની પહેરીને અને આંખો પર દિલનાં આકારનાં ગોગલ્સ પહેરીને એ પૂલમાં ગુલાબી રંગની એક ટ્યૂબ પર બેઠી છે અને હાથમાં કોઈક પુસ્તક પકડીને વાંચી રહી છે. આ રીતે એણે તેની સુંદર કાયાની ઝલક પણ બતાવી છે. આ તસવીરો એણે એનાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.