GalleryFashion & Entertainment પરંપરાગત ફેશનને પશ્ચિમી સ્પર્શઃ શિલ્પાનો નવો ટ્રેન્ડ September 5, 2021 બોલીવુડ અભિનેત્રી અને યોગ પ્રેક્ટિશનર શિલ્પા શેટ્ટી-કુન્દ્રાએ પરંપરાગત ફેશનને પશ્ચિમી ફેશનનો સ્પર્શ આપવાનો ફરી એક નવો ચીલો પાડ્યો છે. એક નવા ફોટોશૂટમાં એણે ઓરેન્જ રંગની સિલ્ક સાડી, કાનમાં લાંબા ઈયરિંગ્સ સાથે આત્મવિશ્વાસપૂર્વક પોઝ આપ્યો છે. તેનાં આ લૂકની વિશેષતા એ છે કે તેણે કમરમાં એક પહોળો બેલ્ટ બાંધ્યો છે જેનાથી એની સાડીનું સૌંદર્ય પૂર્ણતા પામ્યું છે. (તસવીર સૌજન્યઃ શિલ્પા શેટ્ટી ઈન્સ્ટાગ્રામ)