‘મિસિંગ’ ફિલ્મના પ્રચારમાં જોડાયાં મનોજ-તબુ…

આગામી સાઈકોલોજિકલ થ્રિલર હિન્દી ફિલ્મ ‘મિસિંગ’ માટે તેના નિર્માતાઓએ 3 એપ્રિલ, મંગળવારે મુંબઈમાં પ્રમોશનલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એમાં ફિલ્મના મુખ્ય કલાકારો – મનોજ બાજપાઈ અને તબુ તથા દિગ્દર્શક મુકુલ અભ્યંકર ઉપસ્થિત રહ્યાં હતાં. શિતલ ભાટિયા, ફ્રાઈડે ફિલ્મવર્ક્સ દ્વારા નિર્મિત ‘મિસિંગ’ 6 એપ્રિલે રિલીઝ થવાની છે. ફિલ્મમાં અનુ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે.