અજય દેવગનને ૪૯મા જન્મદિનની શુભેચ્છા…

બોલીવૂડ અભિનેતા અજય દેવગન આજે પોતાનો ૪૯મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ‘ફૂલ ઔર કાંટે’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરનાર અને લેટેસ્ટ, ‘રેઈડ’ ફિલ્મમાં ચમકેલા અજયે અભિનેતા તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ત્રણ દાયકાની સફર દરમિયાન અજયે અભિનય દ્વારા પોતાના લાખો ચાહકો બનાવ્યા છે. આ એક્ટર પોતાની ફિલ્મોમાં સ્ટન્ટ દ્રશ્યો જાતે જ ભજવવા માટે જાણીતો છે. અજયની ઉલ્લેખનીય ફિલ્મો છેઃ વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ, સિંઘમ સિરીઝની ફિલ્મો, ઝખ્મ, ધ લેજન્ડ ઓફ ભગત સિંહ, દ્રિશ્યમ, હમ દિલ દે ચુકે સનમ, ઓમકારા, કંપની, ખાકી, રાજનીતિ, ગંગાજલ, ગોલમાલ, એક્શન જેક્સન વગેરે. અજય રોમેન્ટિક હીરો, ફેમિલી મેન, જાંબાઝ ઈન્સ્પેક્ટર પાત્રો ઉપરાંત ગેંગસ્ટર જેવી નકારાત્મક ભૂમિકામાં પણ વિશેષ પ્રભાવ પાડવામાં સફળ થયો છે. અજય બોલીવૂડના જાણીતા સ્ટન્ટ કોરિયોગ્રાફર અને એક્શન ફિલ્મ ડાયરેક્ટર વિરુ દેવગન અને ફિલ્મ નિર્માત્રી વીણા દેવગનનો પુત્ર છે. 1995માં ‘ગુંડારાજ’ ફિલ્મમાં સાથે કરતી વખતે અજય અને કાજોલ એકબીજાંની નિકટ આવ્યાં હતાં અને 1999માં બંનેએ લગ્ન કર્યા હતા.

ફેમિલી મેનઃ અભિનેત્રી પત્ની કાજોલ, પુત્રી ન્યાસા અને પુત્ર યુગ સાથે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]