‘મિસ વર્લ્ડ’ માનુષીનું મુંબઈ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત…

હાલમાં જ ચીનના સાન્યા શહેરમાં યોજાઈ ગયેલી ‘મિસ વર્લ્ડ-2017’ સ્પર્ધામાં વિજેતા બનેલી મૂળ હરિયાણાની માનુષી છિલ્લર 25 નવેમ્બર, શનિવારે રાતે સ્વદેશ પાછી ફરી હતી. મુંબઈ એરપોર્ટ પર એણે આગમન કર્યું હતું અને ત્યાં હાજર એનાં સ્વજનો, મિત્રો, પ્રશંસકોએ એનું ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું. 30 નવેમ્બરે માનુષીનું હરિયાણાના કુરુક્ષેત્રમાં રાજ્યના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર તરફથી સત્તાવાર રીતે સમ્માન કરવામાં આવશે. માનુષી ભારતની છઠ્ઠી સુંદરી છે જેણે મિસ વર્લ્ડ તાજ જીત્યો છે. આ તાજ જીતનાર અન્યો છેઃ રીટા ફારિયા, ઐશ્વર્યા રાય, ડાયના હેડન, યુક્તા મુખી અને પ્રિયંકા ચોપરા.