મહિમાએ દિલ્હીમાં બ્યુટી સલૂનનું ઉદઘાટન કર્યું…

બોલીવૂડ અભિનેત્રી મહિમા ચૌધરી (ડાબેથી ત્રીજી)એ 24 નવેમ્બર, શુક્રવારે નવી દિલ્હીમાં ડીફેન્સ કોલોની વિસ્તારમાં લક્ઝરી બ્યુટી સલોન (સલૂન) હેડમાસ્ટર્સનું ઉદઘાટન કર્યું હતું. એ પ્રસંગે હેડમાસ્ટર્સની ક્રિએટીવ ડાયરેક્ટર પમ્મી કૌલ તથા દિલ્હીનાં સોશિયલ સર્કલની અન્ય નામાંકિત વ્યક્તિઓ હાજર રહી હતી. હેડમાસ્ટર્સ સલોનની સ્થાપના 2002માં ચંડીગઢમાં કરવામાં આવી હતી. આ સલોન સેફ્ટી અને હાઈ-ક્વોલિટી સેવાઓ માટે જાણીતું છે. તેની પાસે દોઢસોથી વધુ તાલીમબદ્ધ પ્રોફેશનલ્સ છે અને તેના અંદાજે 75 હજાર જેટલા ક્લાયન્ટ્સ છે.