મેક્સિકોની વેનેસા છે ‘મિસ વર્લ્ડ 2018’…

ચીનના સાન્યા શહેરમાં 8 ડિસેમ્બર, શનિવારે યોજાઈ ગયેલી 68મી 'મિસ વર્લ્ડ 2018' સૌંદર્ય સ્પર્ધામાં મેક્સિકોની વેનેસા પોન્સ ડી લિઓન વિજેતા જાહેર કરવામાં આવી હતી. ગયા વર્ષની વિજેતા માનુષી છિલ્લરે વેનેસાને વિજેતાનો તાજ પહેરાવ્યો હતો. 'મિસ વર્લ્ડ' સ્પર્ધાની ફોર્મેટમાં આ વર્ષથી ફેરફાર કરવામાં આવ્યો છે. આયોજકોએ વિશ્વના પાંચ જુદા જુદા ખંડનું પ્રતિનિધિત્વ કરતી એક-એક, એમ ટોપ-5 સ્પર્ધક સુંદરીઓને પસંદ કરી હતી. મિસ યુગાન્ડાએ મિસ વર્લ્ડ આફ્રિકા-2018નો તાજ જીત્યો હતો, જ્યારે મિસ બેલારુસએ મિસ વર્લ્ડ યુરોપ 2018, મિસ જમૈકાએ મિસ વર્લ્ડ કેરેબિયન 2018, મિસ થાઈલેન્ડએ મિસ વર્લ્ડ એશિયા એન્ડ ઓસીઆનીયા 2018 અને મિસ મેક્સિકોએ મિસ વર્લ્ડ અમેરિકા 2018 તાજ જીત્યો છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]