દીપિકાનો એરપોર્ટ લુક…

બોલીવુડ અભિનેત્રી દીપિકા પદુકોણ હાલમાં મુંબઈ એરપોર્ટ પર આવતા-જતાં દેખાઈ ત્યારે એનો વિશિષ્ટ લુક ધ્યાન ખેંચનારો બન્યો હતો. એ ઘણી વાર શરીર પર જુદા જુદા રંગના અને ડિઝાઈનવાળા લોંગ કોટ અને આંખો પર કાળા ગોગલ્સના લુકમાં જોવા મળી હતી. દીપિકાની હાલમાં જ રિલીઝ થયેલી ‘પઠાણ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા હાંસલ કરી છે.