શિલ્પા દેખાય સુંદર બેલ્ટેડ સાડીમાં…

શિલ્પા શેટ્ટીને સાડી પહેરવી ગમે છે એટલું જ નહીં, એને તેનું ઘેલું છે એમ કહેવું પડે. આપણે એને ઘણી સાડી સ્ટાઈલમાં જોઈ છે, પણ એની બેલ્ટેડ સાડીની સ્ટાઈલ એકદમ અનોખી છે. અહીં તે બ્રાઉન રંગની સાડીમાં સજ્જ છે જેની પર મોટાં અને સફેદ પોલ્કા-ડોટ્સ છે. ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાએ ડિઝાઈન કરેલી આ સાડીની વિશેષતા એ છે કે તેમાં બેલ્ટ પહેરાય છે. આ બેલ્ટેડ ટ્રાઉઝર સાડી આની પહેલાં સોનમ કપૂરે પહેરી હતી અને તે પણ અનામિકા ખન્નાએ જ બનાવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]