વડા પ્રધાન મોદીએ સફાઈકર્મચારીઓનાં પગ ધોયા…

24 ફેબ્રુઆરી, રવિવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળા-2019 નિમિત્તે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારબાદ પ્રયાગરાજની પરંપરા અનુસાર પાંચ સ્વચ્છતાગ્રહી અથવા સફાઈ કર્મચારીઓનાં પગ ધોઈને એમનું બહુમાન કર્યું હતું. ગંગા નદીને સ્વચ્છ બનાવવાના કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ નમામિ-ગંગે અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમમાં યોગદાન આપવા બદલ આ સફાઈ કર્મચારીઓનાં પગ વડા પ્રધાને ધોયા હતા.