ભારતભરમાં લોકોએ ઉજવ્યો નવા વર્ષ 2023નો પહેલો દિવસ

ભારતભરમાં 1 જાન્યુઆરી, રવિવારે લોકોએ નવા વર્ષ 2023ના પ્રથમ દિવસને પરંપરાગત સાંસ્કૃતિક ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવ્યો. ઘણા લોકોએ મંદિરમાં જઈને દર્શન કર્યા તો ઘણાએ જોવાલાયક-પર્યટન સ્થળની મુલાકાત લીધી. ઉપલી તસવીર હરિદ્વારમાં ગંગા નદી પરના ‘હર કી પૌડી’ ઘાટ ખાતે ઉમટેલા માનવમહેરામણની છે.

મહારાષ્ટ્રના નાગપુરના સાઈબાબા મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભીડ

આસામના ગુવાહાટીમાં પ્રાણીબાગની મુલાકાતે લોકો

પશ્ચિમ બંગાળના દક્ષિણેશ્વરમાં દક્ષિણેશ્વર કાલી માતા મંદિરમાં દર્શન કરવા બાલી પૂલ પર લાઈનમાં ઉભેલાં શ્રદ્ધાળુઓ

ઉત્તર પ્રદેશના મેરઠમાં કાલી માતા મંદિરમાં દર્શનાર્થીઓ

ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરનું દ્રશ્ય

ઉત્તર પ્રદેશના લખનઉમાં બડા ઈમામવાડા ખાતે એકત્ર થયેલાં લોકો

નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે લોકોની ભીડ

કોલકાતાના એક મેદાન પર ખેલ કરતી બાળકી

ઓડિશાના પુરી શહેરમાં જગન્નાથ મંદિરનું દ્રશ્ય

આસામના નાગાંવમાં મહા મૃત્યુંજય મંદિરમાં વિશ્વના સૌથી ઊંચા – 126 ફૂટ ઊંચા શિવલિંગના દર્શન કરવા એકત્ર થયેલા શ્રદ્ધાળુઓ

બિહારના પટનામાં મહાવીર મંદિરનું દ્રશ્ય

ઉત્તર પ્રદેશના મથુરાના દ્વારકાધીશ મંદિરનું દ્રશ્ય