કેદારનાથ મંદિરમાં લેસર શો…

ઉત્તરાખંડ રાજ્યમાં ગઢવાલ હિમાલય પર્વતમાળામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથ મંદિરનાં દ્વારા શિયાળાની ઋતુ પૂરી થતા 29 એપ્રિલ, રવિવારે સવારે 6.15 વાગ્યાથી શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ મંદિર ખાતે દ્વાર ખુલ્લા મૂકવાના પ્રસંગની વિશેષતા રહેશે લેસર શો, જે મંદિર ખાતે દરરોજ બતાવવામાં આવશે. આ અડધા કલાકના લેસર શોમાં કેદારનાથ મંદિરના ઈતિહાસ, એના મહત્વ તેમજ લોકવાયકા રજૂ કરવામાં આવશે તેમજ શ્રદ્ધાળુઓને ભગવાન શંકર-કેદારનાથના વિવિધ સ્વરૂપ જોવા મળશે. અહીં નીચે દર્શાવવામાં આવી છે એ લેસર શોની અમુક ઝલક.