GalleryCulture મુંબઈઃ કોળી સમાજનાં લોકોએ દરિયાકિનારે નાળિયેરી પૂનમ ઉજવી… August 23, 2021 માછીમાર અથવા કોળી સમાજનાં સ્ત્રી-પુરુષો અને બાળકોએ 22 ઓગસ્ટ, રવિવારે બળેવ કે નાળિયેરી પૂર્ણિમા પર્વ નિમિત્તે મુંબઈના મલાડ (વેસ્ટ) ઉપનગરમાં આવેલા મઢ કોળીવાડા ખાતે પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને ઉમંગ સાથે દરિયાની પૂજા કરી હતી. સૌ શ્રેષ્ઠ રીતે પરંપરાનુસાર પરિધાન થઈને આવ્યાં હતાં અને દરિયાદેવને નાળિયેર અર્પણ કરીને એમની પૂજા કરી હતી અને કોળી નૃત્ય પણ કરીને પર્વનો આનંદ માણ્યો હતો. એમણે તેમની માછીમારીની હોડીઓને પણ સરસ રીતે શણગારી હતી. ચોમાસાની ઋતુમાં દરિયો શાંત રહે એવી વિનંતી સાથે કોળી સમાજનાં લોકો સમુદ્રદેવની પૂજા કરે છે. (તસવીરોઃ દીપક ધુરી)