‘શ્રી રામજન્મભૂમિ મંદિર’: 500 વર્ષના ઈંતજારનો અંત આવી રહ્યો છે નિકટ…

રામનગરી અયોધ્યામાં હિન્દૂ લોકોની આસ્થા સમાન ભગવાન શ્રીરામના મંદિર ભવ્ય એવા ‘રામમંદિર’ અથવા ‘શ્રી રામજન્મભૂમિ મંદિર’નું નિર્માણકાર્ય હાલ પૂરજોશમાં અને તેજ ગતિએ ચાલી રહ્યું છે.

ત્રણ-માળવાળા મંદિરના પ્રથમ માળ (અથવા ગ્રાઉન્ડ ફ્લોર)નું બાંધકામ લગભગ પૂરું થઈ ગયું છે. આ જ માળ પર ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવશે.

મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા પ્રસંગને ભવ્ય બનાવવાની તૈયારી પણ તડામાર રીતે ચાલી રહી છે. પ્રાણ-પ્રતિષ્ઠા અવસરને ઐતિહાસિક બનાવવા માટે ભગવાન શ્રીરામની મૂર્તિઓનો જળાભિષેક દેશની મુખ્ય અને પવિત્ર નદીઓમાંથી એકત્ર કરવામાં આવેલા જળથી કરવામાં આવશે.

આ સ્થાન ભગવાન શ્રીરામનું જન્મસ્થળ છે તેથી ત્યાં ભગવાન શ્રીરામના બાળસ્વરૂપની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવશે.

મંદિરમાં કુલ 24 દરવાજા હશે. મંદિરની કુલ ઊંચાઈ 161 ફૂટ, પહોળાઈ 255 ફૂટ અને લંબાઈ 350 ફૂટ હશે. મંદિરમાં કુલ 392 ટેકારૂપી સ્તંભ, 330 બીમ અને 106 થાંભલા હશે.