જનરલ રાવતે વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લીધી…

દેશના લશ્કરી વડા જનરલ બિપીન રાવતે 4 જૂન, મંગળવારે જમ્મુ અને કશ્મીરના જમ્મુ પ્રાંતના ત્રિકુટા હિલ્સ પર આવેલા સુપ્રસિદ્ધ વૈષ્ણોદેવી માતાનાં મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યાંના લંગરમાં જઈને પ્રસાદ લીધો હતો. મંદિર ખાતે માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર સિમરનદીપ સિંહ અને બોર્ડના નાયબ સીઈઓ જગદીશ મેહરાએ એમનું સ્વાગત કર્યું હતું. જનરલ રાવતે કટરા માટે રવાના થતા પહેલાં ભૈરોં મંદિરમાં જઈને પણ દર્શન કર્યા હતા.