પર્યવેક્ષણ: સ્વને નીરખવાની કળા

પર્યવેક્ષણ એટલે શું? સ્વને નીરખવાની કળા. જાતને નીરખવાની જરૂર શું છે?તો તેના જવાબમાં એ કહેવું પડશે કે દિવસ અને રાત બહારના લોકો, બીજા લોકો, સંજોગો, આજુબાજુ બનતી ઘટનાઓમાં આપણે ક્યાંક દોરવાઈ જઈએ છીએ, ક્યાંક ખોવાઈ જઈએ છીએ. ખરેખર આપણે કેવા છીએ? કેવા બનવું છે? કેવું જીવવું છે? એ ભુલી જઈએ છીએ અને એટલે થોડા મહિના પસાર થાય, થોડાં વર્ષો પસાર થાય પછી બધું યાદ આવે છે કે, મારે લાઇફમાં શું જોઈતું હતું ને કઈ દિશા તરફ આગળ વધી ગયો અને પછી આવે છે frustration, હતાશા, નિરાશા વિગેરે વિગેરે.. અને એટલે જ મહિનામાં બે દિવસ એવા સ્થળ પર જવાનું. જ્યાં એકાંત હોય, શાંતિ હોય, સગવડ બધી જ હોય કોઈ તકલીફ ન પડવા દઈએ. પણ જુદા જુદા પ્રકારે પર્યવેક્ષણ કરાવીએ છીએ. યોગને આપણા જીવનમાં એવી રીતે વણી લેવો જોઈએ કે મનથી આપણે મજબૂત હોઈએ એવા સક્ષમ થઈએ કે બીજાને મદદરૂપ થઈ શકીએ. પર્યવેક્ષણ એટલે સ્વયં તરફ પગલાં માંડવા. જાત તરફ પ્રસ્થાન કરવું. જાતને ઢંઢોળવાની ક્રિયા. જાતને જગાડવાની કળા.

સતત જાગવું, સતત જાગતા રહેવું, ટૂંકમાં જાગૃતિનો સાતત્ય એટલે ધ્યાન. ધ્યાનથી મન શૂન્ય થાય છે. Zero mind. મનની આ સ્થિતિ એટલે પરમ આનંદની અનુભૂતિ. પરંતુ આ શૂન્યતા મેળવવી કેવી રીતે? મનમાં સતત વિચારો, મનમાં સતત નાની-નાની ફરિયાદો, મનમાં સતત કોઈનાથી પછી એ જાહેરાત હોય, ફિલ્મ હોય, ઘટનાઓ હોય એ બધાથી પ્રભાવિત થઈને મનને વલોવી નાખીએ છીએ. તો પછી માઇન્ડને ઝીરો કેવી રીતે કરી શકાય? તો એના માટે છે પર્યવેક્ષણની શિબિર. જે મનને હળવું કરે છે, મનને ખાલી કરે છે અને આપોઆપ ઝીરો થઈ જાય છે.

આપણામાં જે અદેખાઈ ભરેલી છે, લાલચ, લોભ, ઈર્ષા ભરેલી છે. એ બધાને ઉલેચવા, બહાર કાઢવા, રાગ-દ્વેષ ઓછા કરવા. એ બધા એક પ્રકારના ટોક્સિન્સ છે. અને આ બહાર નીકળે તો જ એક અવકાશ પેદા થાય. આ બધા મનને કનડતા ટોક્સિન્સછે. પર્યવેક્ષણથી આ બહાર નીકળી જાય છે. મન ditox થાય છે. એકાંત ઉદભવેછે, પરંતુ એકલાપણું નથી અનુભવાતું. આજ અવકાશમાંથી ભવિષ્યને કંડારી શકાય છે. આજ અવકાશમાંથી આનંદની છોળો ઉછળે છે. મન પરનો ભાર ઓછો થતાં ચહેરા પર દેખાતા સ્મિતથી એ પરખાય છે.ચહેરા પર અનોખું તેજ છવાઈ જાય છે. આ બધું માત્ર પર્યવેક્ષણ-ધ્યાન કરવાથી પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી વિચારો છે, ત્યાં સુધી મન છે. જ્યાં સુધી મન છે, ત્યાં સુધી અશાંતિ છે. આ મનની સ્થિતિ, મન વિહીન સ્થિતિ એટલે મનનું શૂન્ય થઈ જવું.

ચાલો ધ્યાન કરીએ, ધ્યાનનો આનંદ માણીએ, ધ્યાને અનુભવીએ, આહ્લાદક અનુભૂતિનો લહાવો લઈએ. અને એ છે પર્યવેક્ષણની શીબીર.

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)