તમારી નર્વસ સિસ્ટમને કાબુમાં કરવા કરો આ યોગ

યોગ કરતા હોય એ સાધકોએ નર્વસ સિસ્ટમ (Nervous system) વિશે જાણવું જરૂરી છે. તે શું કરે છે શરીરમાં કે જે આપણી સુખાકારી માટે જરૂરી છે? જો નર્વસ સિસ્ટમની રચના, એના કાર્યો વિશે જાણતા હોઈશું તો તેના કારણે જે ( disorders)તકલીફો થાય છે તેનું નિવારણ લાવી શકીશું.

આસનો અને પ્રાણાયમ સમજીને કરવા જોઈએ. યોગ માટે જે ખોટા ખ્યાલો છે કે યોગ એ માત્ર કસરત છે, અથવા તો કસરતનું બીજુ રૂપ છે, તેમાંથી બહાર નીકળવું જોઈએ. યોગના આસનો એ માત્ર શારીરિક ક્રિયા કરતાં ઘણું વધારે છે. આસનો આપણા મગજને કેવી રીતે અસર પહોંચાડે છે તે સમજીએ.

કરોડરજ્જુ, સેન્સટી ઓર્ગન્સ અને જે નર્વસ ઓર્ગન્સને સાધે છે તે બધા સાથે મળીને શરીરનો કંટ્રોલ અને અંદર અંદરના સંદેશાવ્યવહારની ક્રિયા કરે છે. નર્વસસિસ્ટમ બધું જ કંટ્રોલ કરે છે જેમ કે શ્વાસ લો છો, દોડો છો, બેસો છો, વિચારો છો, અનુભવો છો. મગજએ કંટ્રોલનું મુખ્ય મથક છે અને કરોડરજ્જુ મુખ્ય રાહ માર્ગ છે. સંદેશો લઇ જવા લાવવા માટેનો સંદેશો મળતાં મગજ સમજીને તરત કાર્ય કરે છે.

ઉપર બતાવ્યા પ્રમાણે નર્વસ સિસ્ટમને બે મુખ્ય ભાગ છે CNS અને PNS. આજે આપણે CNSના યોગ વિશે ચર્ચા કરીશું. સાથે એની કાર્યક્ષમતા વધારવા માટેના આસન પ્રાણાયમ જોઈશું. CNSમાં મગજ અને કરોડરજ્જુ અને નવ સેલ્સ આવેલા છે. CNS સંદેશા મોકલે નર્વસ સિસ્ટમને અને નર્વસ સિસ્ટમ નિર્ણય લે અને શરીર પર કાબૂ મેળવે.

હવે સમજી એ મગજ શું કરે છે. શરીરના થોડા ઘણા અંશે કાબુમાં લે છે. જેમ કે,વિચાર, હલનચલન, જાગ્રતતા, યાદશક્તિ અને સેન્સેશન. સામાન્ય માહિતી એ છે કે મગજનો જમણો ભાગ શરીરની ડાબી બાજુને કાબુમાં લે છે અને મગજનો ડાબો ભાગ શરીરની જમણી બાજુને કાબુમાં લે છે.

હવે યોગ કઈ કઈ તકલીફમાં, કેવી રીતે કામ લાગે છે તે સમજીએ. જ્યારે તમે મુંઝવણમાં હોવ, મુશ્કેલીમાં મગજ બહેર મારી ગયું હોય, કશું સમજતું ન હોય ત્યારે યોગના અમુક આસનો અને પ્રાણાયમ કરવાથી મગજ શાંત પડે છે.

મગજનો આગળનો ભાગ રિલેક્સ થાય છે અને વિચારોની સ્પષ્ટતા થાય છે. ડોલમાં પાણી ભર્યું હોયને અંદર રૂપિયાનો સિક્કો નાંખીએ તો જ્યાં સુધી પાણી હલતું હોય ત્યાં સુધી સિક્કો સ્પષ્ટ નહીં દેખાય પણ  જેવું પાણી શાંત થાય, એટલે પેલો સિક્કો સ્પષ્ટપણે દેખાય છે.

એવી રીતે મગજ વ્યગ્ર હોય, ચિંતિત હોય, ક્રોધિત હોય એટલે એ ડહોળયેલા પાણી જેવું હોય છે. યોગાસન કરતા બધુ  સમી જાય અને જાતે જ મુશ્કેલીનું નિવારણ લાવી શકીએ. હવે મગજના frontal lobeની પાછળ parietal lobe આવેલો છે. જે આપણે આંખો વડે જેટલું જોઈએ છીએ, જેટલું આપણે સાંભળીએ છીએ અને જેટલું આપણે અનુભવીએ છીએ એ બધું ગ્રહણ કરે છે. યોગ એ ભાગને રિલેક્સ કરે છે, આરામ આપે છે અને પછી ફોકસથી સ્પષ્ટ વિચારોથી આપણે આપણું કાર્ય કરીએ છીએ.

એના પછી temporal lobeનો ભાગ છે, જે કાનની ઉપર જમણી અને ડાબી બંન્ને બાજુ આવેલો છે. જે ખાસ કરીને, જે જોઈએ તેની યાદો, ચહેરાની ઓળખ, મૌખિક સમજ, ભાષાની સમજ, પ્રતિક્રિયાનું અર્થઘટન કરે છે. હવે જો આપણું મન શાંત ન હોય, સતત મૂંઝાયેલા હોઈએ, નિર્ણય ન લઈ શકતા હોઈએ, ત્યારે ન કશું યાદ રહે, ન કોઈને ઓળખી શકીએ, ન કોઈને સમજી શકીએ, એટલે કોઈ વાતનું ઊંધુ અર્થઘટન કરીએ. આ સ્થિતિમાં જો તમે યોગ નિયમિત કરતા હોવ તો બધા આવરણો દૂર થાય અને મગજ એક્ટિવ રહે, યાદશક્તિ વધે.

હવે જોઈએ મગજની પાછળનો ભાગ જે occipital lobes કહેવાય છે, જે વાંચવાની અને છપાયેલા શબ્દો છે તેની ઓળખવામાં પાવર્ધો છે. હવે સમજી એ આસન, પ્રાણાયામ અને ધ્યાન. શીર્ષાસન, ત્રાટક, સેતુબંધસર્વાંગાસન, ચંદ્ર ભેદનપ્રાણાયમ, ભ્રામરી અને ધ્યાન મદદરૂપ થઈ શકે.