અનેક ઉપચારો કરવા છતાં પણ રાત્રે ઊંઘ નથી આવતી, શું કરવું?

ભગવાને રાત કેમ બનાવી હશે? ઘરમાં બધા સુએ છે. આજુબાજુ બધા ઘસઘસાટ સુતા છે પણ મને ઊંઘ નથી આવતી. શું કરવાનું? કેટલું વાંચ્યું, કેટલો મોબાઈલ જોયો, કેટલું ટીવી જોયુ અને કેટલા ઘરગથ્થુ ઉપચાર કર્યા પણ મને ઊંઘ નથી આવતી. કોઈએ મને કીધું કે હેતલબેન પાસે જાવ, એ નાડી જોઈને તમારા દોષનું નિવારણ થાય એવા આસન, પ્રાણાયમ કરાવે છે અને ઊંઘ આવતી થઈ જાય છે. હું હેતલબેન પાસે ગઈ, એમને મારી નાડી જોઈને આસન પ્રાણાયામ અને ધ્યાન કરવવાનું શરૂ કર્યું ને સાત દિવસમાં મારી ઊંઘ મને પાછી મળી ગઈ.–રુપા ત્રીવેદી.

હવે તમને પ્રશ્ન થશે કે મેં એવું તે શું કર્યું ? યોગશાસ્ત્રમાં લખેલું છે કે વિચારોના વંટોળ ચાલતા હોય ત્યારે બ્રીધિંગ બદલવો જોઇએ. અને શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાં પણ લખ્યું છે કે, ઓછી ઊંઘ હોય, કે વધારે ઊંઘ હોય તો આસનો અને પ્રાણાયામ એમાં મદદરૂપ થાય છે. આસનથી જ્ઞાનતંતુઓમાં, હોર્મોન્સમાં ફેરફારો થાય છે ને ઊંઘ આવતી થઈ જાય છે.

હવે ઊંઘ ન આવવાના કારણો જોઈએ. જો ચિંતામાં હોય, તણાવ અનુભવતા હોય–તો ઊંઘ ના આવે. તો અમુક લોકોને કોઈ ચિંતા ન હોય, તણાવ ન હોય અને અચાનક ઊંઘ ઓછી થઈ જાય. એવું પણ બની શકે કે બે-ત્રણ કલાક સુવે ને પછી ઊંઘ પૂરી થઈ જાય અને પૂરેપૂરા જાગ્રત થઈ જાય. હકિકતમાં એ ખરેખર ઊંઘ પૂરી ન થઈ કહેવાય. ઘરગથ્થુ ઉપચારમાં ગંઠોડા થોડા ગરમ દૂધમાં નાખીને પીવાય, ઘી-ગોળ ગંઠોડાની ગોળી બનાવીને ખાઈ શકાય તેનાથી ફાયદો થાય છે. જોકે કેટલાક લોકોને ફાયદો નથી થતો, તો યોગના આસનો તમને ઘણો ફાયદો કરશે. થોડા વૈજ્ઞાનિક કારણો પણ તમને સમજાવીશું.

શરીરના મોટાભાગના હોર્મોન્સ સારી ઊંઘ માટે અગત્યના છે. એમાં પણ Cortisol, Estrogen, Progesterone, Melatonin, Thyroid હોર્મોન્સ સારી ઊંઘ માટે અગત્યના છે. આ બધા હોર્મોન્સના Imbalances ના કારણે ઊંઘ ન આવે અથવા ઊંઘ પૂરી ન થાય.

આ હોર્મોન્સને બેલેન્સ કરવા કયા આસનો કરવા જોઈએ? તો એની વાત કરીશું. હોર્મોન્સ બેલેન્સ કરવા માટે સૌથી અગત્યનું સર્વાંગાસન અને મત્સ્યાસન છે. સારી ઊંઘ માટે સુપ્તપાદાગુષ્ઠાસન, ઉત્તાનાસન દોરડા સાથે, અધોમુખ વીરાસન વજન સાથે, સવાસન વજન સાથે.

ફોટા સાથે વિગતો તમને આપીશું. પરંતુ શું નથી કરવાનું એટલે કે કયા આસનો નથી કરવાના એ સમજવું પણ જરૂરી છે. Backward Bending ના કોઈ આસન ન કરાય. એટલે શલભાસન, ચક્રાસન, વિપરીત દંડાસન, એડવાન્સ સર્પાસન ન થાય.

મનને શાંત કરે, વિચારોના વંટોળને ઓછા કરે, ચિંતા ઓછી કરે, જીવન છે એટલે ઉતરાવ ચઢાવ આવવાના. દરેકના જીવનમાં ગમતું ન ગમતું થવાનું. મૂડ ક્યારેક સારો ન પણ રહે. સંજોગો બદલાતા રહેશે પણ સંજોગો ને જોવાનો અભિગમ બરોબર હોય તો તકલીફ એટલી મોટી તકલીફ ન લાગે. એ અભિગમ બદલવો કેવી રીતે? તો જવાબમાં છે “આયંગર યોગ” કરવા – સાધન સાથે યોગ કરવા.

આસન કરવાથી મનની સ્વિક્રુતિનો ભાવ ઉદ્દભવે છે. જીવનના દરેક સંજોગો છે તેનો સહજ સ્વીકાર કરતાં શીખી જવાય છે. ક્રોધ ઓછો થાય છે. સમજણ શક્તિ વધે છે. હવે જોઈએ એક પછી એક આસનના ફાયદા તેનાથી સારી ઉંઘ આવે.

ઉત્તાનાસન

આ આસન કરવાથી હૃદયના ધબકારા હળવા રહે છે અને કરોડરજ્જુમાં નવો પ્રાણ પુરાય છે. બે કે વધારે મિનિટ આ આસન રાખવામાં આવે તો મનની ગ્લાનિ દૂર થાય છે. જેઓ જરા જરા વારમાં ઉશ્કેરાઈ જાય છે તેમને માટે આ આસન આશીર્વાદ સમાન છે, કેમ કે આ આસનથી મગજના કોશ (Brian cells) મૃદુ બને છે. આ આસન કરવાથી સ્વસ્થતા અને નિરાંતનો અનુભવ થાય છે, આંખમાં તેજ આવે છે ને મન શાંત રહે છે.

સવાસન

‘હઠયોગ પ્રદીપિકા’ના પહેલા અધ્યાયના દસમાં શ્લોકમાં કહ્યું છે કેઃ ‘જમીન પર સીધા, ચત્તા,

લાંબા થઈ મૃતદેહની જેમ સૂઈ જવું તેને સવાસન કહેવાય છે. મન સ્વસ્થ અને શાંત રહે છે. ‘ઘેરંડ સહિતા’ ના બીજા અધ્યાયના ૧૧માં શ્લોકમાં મૃતાસન વિષે કહેવામાં આવ્યું છે કે, પોતાની પીઠ પર જમીન પર ચત્તા શબની જેમ પડી રહેવું તે મૃતાસન કહેવાય છે. આ આસન થાકનો નાશ કરે છે અને મનની અસ્વસ્થતા દૂર કરી તેને શાંત કરે છે. મન ઇન્દ્રીયનો અધિપતિ છે. પ્રાણ મનના રાજા છે.’ મનને સંયમમાં રાખવાનો આધાર જ્ઞાનતંતુઓ પર છે. સ્થિર, નિર્મળ, શુદ્ધ સરળ અને હાલ્યા વિના, શરીરની કોઈ પણ પ્રકારની હિલચાલ વિના લેવાતા શ્વાસોશ્વાસ, જ્ઞાનતંતુઓને સ્થિર રાખી મનને શાંત કરે છે. આધુનિક સંસ્કૃતિમાં મન અને જ્ઞાનતંતુઓ પર ઘણો બોજો આવે છે. એ બોજો હળવો કરવાનો સર્વોત્તમ ઉપચાર શવાસન છે.