ફેશન વર્લ્ડમાં આ છે નવો ફંડા…

છેલ્લાં કેટલાક સમયથી સેલિબ્રિટીઝની રેડ કાર્પેટ સિવાય કોઇ સ્ટાઇલની બોલબાલા હોય તો તે છે એરપોર્ટ સ્ટાઇલ. સેલિબ્રિટીઝ શૂટિંગ પર જતાં હોય કે પછી હોલિડે પર જતાં હોય ત્યારે એરપોર્ટ પર નવી નવી સ્ટાઇલ જોવા મળતી હોય છે. જો કે સેલિબ્રિટીઝનું બીજું નામ સ્ટાઇલ છે. અને એમાં એમને અપ-ટુ-ડેટ રહેવું ખૂબ જરૂરી છે. તમે તેઓને ગમે તે સમયે જોશો એ તમને ફ્રેશ જ જોવા મળશે. કેટલાક લોકો કહે છે કે જ્યારે ટ્રાવેલિંગ કરો ત્યારે સ્ટાઇલને નહીં પણ કમ્ફર્ટને પહેલુ પ્રાધાન્ય આપવું. પણ કેટલીક એવી પણ સ્ટાઇલ છે કે જે તમને સ્ટાઇલની સાથે કમ્ફર્ટ પણ આપશે. તમે પણ આવી સ્ટાઇલ અપનાવીને સ્ટાઇલિશ રહી શકો છો. પરંતુ ટ્રાવેલ સ્ટાઇલિશ દેખાવા માટે કેટલીક બાબતો છે જેનુ તમારે ધ્યાન રાખવું પડશે.જો તમે ટ્રાવેલિંગ કરતાં હો અને હાથમાં ટ્રાવેલિંગ બેગ ન હોય તો કેવી રીતે ચાલે? ટ્રાવેલિંગ દરમિયાન એક એવી બેગ જરૂરી છે કે જેમાં તમારી જરૂરિયાતનો તમામ સામાન આવી જાય. ખભા પર કે હાથમાં તમે હોબો કે ટેટ બેગ રાખી શકો છો જેમાં તમારો સામાન આવી જશે. જે તમને કમ્ફર્ટેબલ પણ લાગશે તેમજ તમારો તમામ સામાન પણ આવી જશે. કપડાંની વાત કરીએ તો ટ્રેક સૂટ પહેરવો એકદમ કમ્ફર્ટેબલ રહે છે. કારણ કે ટ્રાવેલિંગ માટે આરામદાયક હોય છે. એમાં થોડો ફેશનેબલ ટચ આપવા માટે તમે વેલવેટનો ટ્રેક સૂટ પહેરી શકો છો. જેથી એ ફેશનેબલ પણ લાગશે અને નાઇટડ્રેસ જેવુ પણ નહીં લાગે. ટ્રેક સૂટ સાથે તમે બૂટ પહેરી શકો છો. ટ્રેકસૂટ પર તમે બૂટ પહેરશો તો એ સારું લાગશે. ઘૂંટણ સુધીના લાંબા બૂટ અને એ પણ જીન્સ સાથે અત્યારે લેટેસ્ટ ટ્રાવેલિંગ ટ્રેન્ડ બની રહ્યો છે. આ માટે તમારે લેધરનાં બૂટ્સ સિલેક્ટ કરવા જેમાં હિલ્સ ખૂબ વધારે ઉંચી ન હોય.

જો ઠંડીની સીઝન હોય તો તમે લાંબુ કાર્ડિગન પહેરી શકો છો. હાલ સમર સીઝન માટેના પણ કાર્ડિગન મળી રહ્યાં છે જે તમે પહેરી શકો છો. કોઇ પ્રોપર કટ વગરના ઓપન જેકેટ ખૂબ સુંદર લાગશે. ટ્રાવેલિંગ કરતા સમયે જો તમારે ટ્રેક સૂટ ન પહેરવો હોય તો સિમ્પલ જીન્સ, ટી-શર્ટ કે જમ્પ સૂટ સાથે કાર્ડિગન પહેરી શકો છો જેનો હાલ ખૂબ ક્રેઝ ચાલી રહ્યો છે. અત્યારે એક્ટર હોય કે એક્ટ્રેસ હોય બંને લેધર જેકેટ પર પસંદગી ઉતારી રહ્યાં છે. ભાગ્યે જ કોઇ સેલિબ્રિટી એરપોર્ટ પર તમને લેધર જેકેટ વગર જોવા મળશે. લેધર જેકેટ પ્રોટેક્ટિવ પણ છે અને સાથે સાથે છોકરીઓને સ્ટાઇલિશ અને ટોમ બોય લૂક પણ આપે છે. શોર્ટ ક્રોપ ટોપ અને જીન્સ સાથે લેધર જેકેટ દેખાવમાં ખૂબ સારુ લાગે છે.પહેલાં ઠંડી ન લાગે એ માટે ગળામાં મફલર અથવા તો સ્કાર્ફ વીંટાળતાં. પરંતુ હવે મફલર અને સ્કાર્ફ ફેશન માટે રાખવામાં આવે છે. જો કે સ્કાર્ફમાં ગરમી ન લાગે એટલા માટે તેનુ મટિરીયલ અલગ આવે છે. ઉનાળાની ગરમીમાં તમે રાખી શકો એવા સ્કાર્ફ આવે છે. સ્કાર્ફની જરૂર નથી હોતી છતાં પણ ફેશન માટે રાખે છે. ટ્રાવેલિંગ દરમિયાન કોઇ જ્વેલરીની જરૂર નથી જણાતી, છતાં પણ તમે કાનમાં સિમ્પલ ઇયરિંગ્સ અને હાથમાં વોચ પહેરી શકો છો જે તમને રીચ અને ડેશિંગ લૂક આપશે.