હોનરનો View 20 સ્માર્ટફોનઃ ઈન-સ્ક્રીન ફ્રન્ટ કેમેરા…

ચાઈનીઝ હેન્ડસેટ ઉત્પાદક હોનરે તેના મુખ્ય સ્માર્ટફોન View 20ને આજે ભારતમાં લોન્ચ કર્યો છે.

આ ફોન 48 મેગાપિક્સલ કેમેરાનો છે અને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેક્નોલોજીવાળો છે.

આ સ્માર્ટફોનની વિશેષતા એ છે કે એમાં રીઅર કેમેરા તો છે, સાથોસાથ, ઈન-ડિસ્પ્લે કેમેરા પણ છે.

ઈન-સ્ક્રીન ફ્રન્ટ કેમેરા 25 મેગાપિક્સલનો છે.

આ ડિવાઈસીસ 30 જાન્યુઆરીથી કંપનીના સત્તાવાર ઈ-સ્ટોર તેમજ એમેઝોન ઈન્ડિયા પર ઉપલબ્ધ થશે.

દુનિયાનો આ પ્રથમ 25MP ઈન-સ્ક્રીન ફ્રન્ટ કેમેરા સ્માર્ટફોન છે.

સામાન્ય રીતે, સ્માર્ટફોનમાં ફ્રન્ટ ભાગમાં કોઈ નોચ હોતું નથી, પણ હોનરના View 20 ફોનમાં પંચ-હોલ કેમેરા છે જે ડાબી તરફ ટોપ કોર્નરમાં છે.

પાછળના ભાગમાં ગ્લોસી ફિનિશ, નેનો ટેક્સ્ચર અને ઔરોરા ઈફેક્ટવાળા આ ફોનમાં ફ્રન્ટ ભાગમાં 6.4 ઈંચ 19.25:9 IPS LCD ડિસ્પ્લે છે, 2310×1080 પિક્સલ્સ રિઝોલ્યૂશન સાથે. સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 91.82% છે.

6GB રેમ+128GB સ્ટોરેજ વેરિઅન્ટ ફોનની કિંમત ભારતમાં રૂ. 37,999 છે. જ્યારે 8GB+256GB વેરિઅન્ટ ફોનની કિંમત રૂ. 45,999 છે.

ડિવાઈસમાં ઓલ-વ્યૂ ડિસ્પ્લે છે, જેમાં 4,000mAh બેટરી છે.

રીઅર કેમેરા સેન્સર કિરિન 980 ચિપસેટ સંચાલિત છે, જે નવા 48MP AI અલ્ટ્રા ક્લેરિટીને સપોર્ટ કરે છે.

રીઅર 3D કેમેરા જાણે તમારા ફોનને મોશન-કન્ટ્રોલ્ડ ગેમિંગ કન્સોલમાં પરિવર્તિત કરે છે, જેથી યુઝર્સ 3D મોશન ગેમ્સ રમી શકે છે.

25MP ઈન-સ્ક્રીન ફ્રન્ટ કેમેરાને લીધે યુઝરને નોચ-લેસ વ્યૂઈંગ અનુભવ પ્રાપ્ત થાય છે.

આ ડિવાઈસ એન્ડ્રોઈડ 9.0 સંચાલિત છે.

આ લેટેસ્ટ ફોન મિડનાઈટ બ્લેક, સેફાયર બ્લૂ, ફેન્ટમ બ્લૂ રંગોના વિકલ્પ સાથે ઉપલબ્ધ થશે

હોનરનો ફોન કોની સાથે સ્પર્ધા કરશે?

હોનર View20 સ્માર્ટફોન ભારતીય સ્માર્ટફોન બજારમાં વનપ્લસ 6T, સેમસંગ ગેલેક્સી Note 9, વિવો Nex જેવા પ્રીમિયમ એન્ડ્રોઈડ ફોન સાથે સ્પર્ધા કરશે.