ઈન્સ્ટાગ્રામ પરથી સ્ટોરી સીધી વૉટ્સએપ પર!

ત ઑક્ટોબરમાં, ફેસબૂકે ઇન્સ્ટાગ્રામ પરની પૉસ્ટના વપરાશની છૂટ ફેસબૂક સુધી વિસ્તારી હતી. આ એક સ્નેપચેટ જેવી સુવિધા છે જેમાં તમે ફૉટો અને વિડિયો એક સ્લાઇડ શૉમાં સાથે મૂકી શકો છો અને ઇન્સ્ટાગ્રામ પરથી સીધું તેને ફેસબૂક પર પૉસ્ટ કરી શકાય છે. પરંતુ હવે ફેસબુક આ કાર્ય સુવિધાને વૉટ્સએપ સુધી પણ વિસ્તારવા વિચારી રહી છે.એવી માહિતી મળી રહી છે કે ફેસબૂક કંપની તેના વપરાશકારોને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઓ સીધા વૉટ્સએપ પર મૂકવા માટે પરીક્ષણ કરી રહી છે, જેને વૉટ્સએપ સ્ટેટસ તરીકે મૂકી શકાય છે. સ્નેપચેટમાં પણ આવી જ સુવિધા છે. તેમાં શણગારેલી તસવીરો, વિડિયો અને જીફને એન્ક્રિપ્શન સાથે મૂકી શકાય છે જે ૨૪ કલાક પછી ગાયબ થઈ જાય છે. વૉટ્સએપ સ્ટેટસ તરીકે મૂકાયેલી ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી વૉટ્સએપમાં અન્ય ચીજો જે રીતે એન્ક્રિપ્ટેડ બની જાય છે તેમ જ વૉટ્સએપ સ્ટેટસ તરીકે એન્ક્રિપ્ટેડ બની જાય છે. ફેસબુકના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે “અમે હંમેશાં ઇન્સ્ટાગ્રામ પરનો અનુભવ સુધારવા પરીક્ષણો કરતા રહીએ છીએ અને જે લોકો તમારા માટે મહત્ત્વના છે તેમની સાથે કોઈ પણ ક્ષણ વહેંચવાનું સરળ બનાવવા માગીએ છીએ.”

આના પરથી એવું લાગે છે કે આ સુવિધાનું કેટલાક જૂજ વપરાશકારોની મારફતે પરીક્ષણ કરાઈ રહ્યું છે. જાહેરમાં પ્રાપ્ય કૉડના આધારે વૉટ્સએપ તેના વૉટ્સએપ મેસેજિંગને વેબ અથવા ઍન્ડ્રૉઇડ પર ત્રાહિત ઍપ સાથે સંકલિત કરવા પ્રાપ્ય બનાવે છે. વપરાશકારોને એક વિકલ્પ મળે છે જેમાં તે ટેપ કરીને ઇન્સ્ટાગ્રામ પરથી વૉટ્સએપમાં સ્ટૉરી મૂકી શકે છે. જોકે તે પછી પણ વૉટ્સએપમાં સ્ટોરી પૉસ્ટ સીધેસીધી પૉસ્ટ થઈ જતી નથી. તેને પૉસ્ટ કરવા ‘સેન્ડ’ બટન દબાવવું પડે છે.

બ્રાઝિલના એક વપરાશકારને આ પ્રકારના પરીક્ષણની તક મળી છે. ત્યાં એક સ્થાનિક બ્લૉગ અનુમાન કરીને વાત મૂકી રહ્યો છે. તેમાં ઇન્સ્ટાગ્રામ ડાબી બાડુએ છે અને વૉટ્સએપ સ્ટેટસ જમણી બાજુએ છે. (આ લેખની તસવીર જુઓ. તેમાં ખૂણામાં ઇન્સ્ટાગ્રામનો આઇકૉન છે.) જોકે ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી સીધેસીધી ફેસબુકમાં પૉસ્ટ કરવાની સુવિધાનું મૂળ પરીક્ષણ પૉર્ટુગલમાં કરાયું હતું. આ બંને દેશો પૉર્ટુગીઝ બોલતા દેશ છે.

પરંતુ પ્રશ્ન એ થાય કે ફેસબુકને ઇન્સ્ટાગ્રામની સ્ટૉરી વૉટ્સએપમાં મૂકાય તેમાં આટલો રસ શા માટે છે? આની પાછળ એક કારણ એ છે કે ઇન્સ્ટાગ્રામના વપરાશકારોને એક વધુ સુવિધા મળે છે જેના લીધે ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીનો વપરાશ વધશે. ફેસબુકના આંકડા મુજબ, ગત નવેમ્બરમાં ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીના વપરાશકારો 30 કરોડ રોજિંદા હતા. વૉટ્સએપ પર પણ તેને મૂકવાની સુવિધાથી આ સ્ટૉરીઓનો વપરાશ વધશે. જે દેશોમાં વૉટ્સએપ વધુ લોકપ્રિય છે ત્યાં આ વધશે.

બીજું કારણ એ છે કે વૉટ્સએપ સ્ટેટસનો ઉપયોગ હજુ પણ વધશે. આ જ કારણ કદાચ હતું કે ફેસબુકે ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીને ફેસબુક પર સીધી મૂકવાનો વિકલ્પ આપ્યો.

ત્રીજું કારણ એ પણ છે કે ફેસબુક એવું કરવા માગે છે કે અલગ-અલગ ઍપમાં લોકોનો સમય ન બગડે પરંતુ સાથે સાથે લોકો અલગ-અલગ ઍપનો એક સાથે ઉપયોગ કરી પણ શકે.

ગત મહિને કંપનીએ ફેસબુક, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ વચ્ચે ‘ઍપ પાર’ (ક્રૉસ ઍપ) નૉટિફિકેશનનું પરીક્ષણ પણ શરૂ કર્યું હતું જેનાથી લોકોને જ્યારે આ કોઈ પણ ઍપ પર તેમના વિશે ઉલ્લેખ કે સંદેશો હોય ત્યારે તેમને સૂચના મળતી. પછી ગયા મહિને ફેસબુકે ફેસબુક જાહેરખબરમાં ક્લિક ટૂ વૉટ્સએપ મેસેજિંગ બટન શરૂ કર્યું, જેનાથી વૉટ્સએપને આર્થિક સહાય મળે તેમ હતી પરંતુ સીધેસીધું વૉટ્સઍપ પર આવું ન કર્યું.