વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે આગામી 10 દિવસ વ્યસ્ત અને એક્શન પેક્ડ રહેવાના છે.
નવી દિલ્હીમાં, ત્રણ સત્તાકેન્દ્રોમાં ભરપૂર રાજકીય પ્રવૃત્તિઓ થવાની છે. આ ત્રણ સત્તાકેન્દ્ર એટલે – વડા પ્રધાન નિવાસસ્થાન, ભારતીય જનતા પાર્ટી મુખ્યાલય અને ચૂંટણી પંચ મુખ્યાલય. દેશના નવા રાષ્ટ્રપતિનો નિર્ણય રાજકીય સ્તરે લેવાશે જ્યારે ચૂંટણી પંચ રાષ્ટ્રપતિપદની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે.
રાષ્ટ્રપતિપદની ચૂંટણીની તારીખો જાહેર થાય એ પહેલાં ચૂંટણી પંચમાં તમામ નિમણૂક થઈ જાય એ જરૂરી હતું, અર્થાત, ત્રણ સભ્યોના ચૂંટણી પંચમાં હાલ માત્ર બે જ સભ્યો છે – વડા ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને અનુપ પાંડે.
ભાજપ રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠક આવતી 2-3 જુલાઈએ હૈદરાબાદમાં યોજાવાની છે. 2024ની લોકસભા ચૂંટણીને લક્ષમાં રાખીને વડા પ્રધાન મોદીએ ભાજપના સભ્યોને સમક્ષના એમના વિશેષ સંબોધનને તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.
સંસદના ચોમાસું સત્રની તારીખ પણ નક્કી થવાની બાકી છે. આ માટે પહેલાં સંસદીય બાબતો અંગેની કેબિનેટ સમિતિની બેઠક મળશે. ચોમાસું સત્ર દરમિયાન જ સંસદસભ્યો રાષ્ટ્રપતિદની ચૂંટણી માટે મતદાન કરી શકશે.
આ બધામાં મહત્ત્વનું છે, રાજ્યસભાના નિયુક્ત સભ્યોની છ ખાલી પડેલી જગ્યાઓ ભરવાનું. એમને નિયુક્ત કરશે રાષ્ટ્રપતિ. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ, ઈલ્યારાજા અને પવન કલ્યાણની નિયુક્તિની તક ઉજળી છે. સિવાય કે, આ બંનેના નામને મંજૂરી વગરની યાદી વડા પ્રધાન મોદી રાષ્ટ્રપતિને સુપરત કરે.
આંતરિક સુરક્ષાને ધ્યાનમાં લઈને વડા પ્રધાન મોદી સમક્ષ ગુપ્તચર એજન્સીઓના વડાઓની નિમણૂકની મોટી કામગીરી છે. ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)ના ડાયરેક્ટર અરવિંદકુમાર નિવૃત્ત થાય છે. એવી જ રીતે, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના સેક્રેટરી સામંત ગોયલ પણ સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. જમ્મુ અને કશ્મીરમાં મુસીબત ઊભી થઈ છે અને ભાજપના મહિલા પ્રવક્તા નુપૂર શર્માએ લઘુમતી કોમ અંગે કરેલા વિવાદને લીધે કાનપુરમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ છે તેમજ મધ્યપૂર્વના દેશો તરફથી આકરા પ્રત્યાઘાતો આવ્યા છે. તેથી બંને સંવેદનશીલ પદ પર નિયુક્તિનો મોદીએ ઝડપથી નિર્ણય લેવાનો રહેશે.
ચોમાસું સત્ર પૂર્વે, વિરોધ પક્ષોના નેતાઓ બંને ગૃહમાં કાર્યવાહી ખોરવી નાખવા દ્રઢનિશ્ચય છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન, મમતા બેનરજીનાં ભત્રીજા અભિષેક બેનરજી, કાર્તિ ચિદંબરમનું ચીન વિઝા કૌભાંડ – આ બધા મુદ્દે ભાજપ સરકાર સામનો કરવા સજ્જ બની છે.
(આર. રાજગોપાલન)
(લેખક નવીદિલ્હીસ્થિત વરિષ્ઠ પત્રકાર છે. ટેલિવિઝન પર રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રાજકારણ પર યોજાતી ચર્ચામાં વિશ્લેષક તરીકે ભાગ લે છે.)
