કોરોના વાઇરસના આગામી તબક્કાથી દેશને બચાવવા માટે આગામી શૈક્ષણિક વર્ષથી ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ દેશની તમામ શાળાઓ અને યુનિવર્સિટીઓએ અપનાવવાની જરૂર છે. સમગ્ર દેશના સ્ટુડન્ટ્સ માટે ઓનલાઇન ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ છે, જેનાથી અસમાનતા ઘટાડી શકાય છે. આપણી પાસે અનેક કોલેજો છે, પણ બધી ફેકલ્ટીઓ લાયકાત ધરાવતિ નથી. કેટલીક વાર કોલેજો ભ્રષ્ટાચારને કારણે શિક્ષણની ગુણવત્તાનો ભોગ બને છે.
ઓનલાઇન ક્લાસિસ અને ડિજિટલ મિડિયા દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાથી આત્મ નિર્ભરતા મિશનને પણ મદદ મળશે. છેવટે તો ગુણવત્તાયુક્ત શિક્ષણ જ ભવિષ્યના નાગરિકોને સોસાયટી માટે અને રાષ્ટ્રના ભાવિ માટે શું સાચું છે કે ખોટું છે- સમજવામાં મદદ કરશે.
નાણાપ્રધાને પણ જાહેર કરેલા 20 લાખ કરોડના પેકેજમાં કહ્યું હતું કે સરકાર પણ મોટા પાયે ઓનલાઇન શિક્ષણને મહત્ત્વ આપી રહી છે. એણે ઓનલાઇન શિક્ષણને સકારાત્મક અને આવકારદાયક ગણાવ્યું હતું.
ઓનલાઇન શિક્ષણના લાભાલાભ
આ ઉપરાંત વિદ્યાર્થીઓ વધુ સ્વતંત્ર બનશે અને જેમ-જેમ મોટાં થશે તેમ-તેમ આત્મનિર્ભર ભારત બનાવવામાં અને આ મૂલ્યોને આગળ વધારવામાં મદદ કરી શકશે. |
ડો. ઇન્દુ રાવ, પીએચ.ડી.
પ્રોફેસર અને ડિરેક્ટર –એકેડેમિક સ્ટાફ કોલેજ
વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી
વેલ્લોર, તામિલનાડુ