આગળ મતીયો વાણિયો, પાછળ મતીયો બ્રહ્મ…

 

આગળ મતીયો વાણિયો, પાછળ મતીયો બ્રહ્મ…

 

દરેક કોમને પોતાની ખાસિયત હોય છે. વણિક વ્યાપાર કરે છે. એની પાસે એક વેપારીની સાહસવૃત્તિ અને ભવિષ્યનું રૂખ પારખવાની ક્ષમતા હોવી જરૂરી છે અને ધંધાના અનુભવે આ ક્ષમતા મળે છે. બ્રાહ્મણ પુરાણ કાળથી યજ્ઞયાગાદી, કર્મકાંડ અને પૂજાપાઠ તેમજ ભણવું અને ભણાવવું એ કામગીરીમાં જોડાતો.

આ કારણથી એને પરંપરાઓ અને પૂર્વા પર સંબંધોનું જ્ઞાન હોય છે. એની બુદ્ધિ ભૂતકાળના પરંપરાગત જ્ઞાનને સંગ્રહવામાં જ વપરાઈ, જેને કારણે આપણને આજે વેદકાળથી શરૂ કરીને વર્તમાન સુધીનો એક ભવ્ય સાંસ્કૃતિક વારસો મળ્યો છે. કદાચ આ કારણથી આ બંને કોમના સ્વભાવનું પ્રતિબિંબ પાડતી આ કહેવત અસ્તિત્વમાં આવી હશે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે.