બુદ્ધિ સાથે બારમો ચંદ્રમા હોવો |
આ કહેવતની જ્યોતિષશાસ્ત્ર સાથે દૂરનો સંબંધ હોય એમ જણાય છે. કોઈ પણ સ્થાનથી બારમે પડેલો ચંદ્રમા એ સ્થાન માટે નુકસાનકર્તા ગણાય છે.
ચંદ્ર મન/બુદ્ધિનો કારક છે એટલે બુદ્ધિના સ્થાનથી બારમે પડેલો ચંદ્રમા બુદ્ધિને નબળી બનાવે એટલે માણસ મૂર્ખ છે તેમ કહેવું હોય ત્યારે કહેવત સ્વરૂપે એને બુદ્ધિથી બારમો ચંદ્રમા છે તેમ કહેવાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)