સૂરજ સામે ધૂળ ઉડાડવાનો કોઈ ફાયદો નહીં
|
સૂરજ સામે ધૂળ ઉડાડીએ તો ઘડીભર એ ધૂળની વાદળી સુરજનાં કિરણોને અવરોધે તો પણ છેવટે એ વિખરાઈ જાય છે. અને મોટા ભાગે આ રીતે ધૂળ ઉડાડનારનાં ચહેરા પર જ એ છવાઈ છે.
બરાબર આ જ રીતે કોઈ પણ સત્વશીલ કે તેજસ્વી વ્યક્તિને ખોટી બદબોઈ અથવા કૂથલીથી ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવે તો આ પ્રકારનો અવરોધ અલ્પજીવી બની રહે છે એટલું જ નહીં, પણ છેવટે આવી ચેષ્ટા કરનાર પોતે જ ખરડાય છે.
(ડો.જયનારાયણ વ્યાસ)
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)