બાપાના કૂવામાં ડૂબી ના મરાય…
|
વારસામાં કશુંક મળ્યું હોય અને એ પ્રવર્તમાન સંયોગોમાં પ્રસ્તુત ન હોય ત્યારે આવી વસ્તુમાં બાપ અથવા અન્ય ગમે તે પ્રિય વ્યક્તિએ આ ભેટ અથવા સવલત ઊભી કરી છે માટે એ બાધારુપ હોય તોય એને પકડીને બેસી રહેવા જેવું ગાંડું મમત્વ ન કરાય.
“બાપનો કૂવો” એ શબ્દ અહિંયા આવા અવરોધરૂપ પરિબળ માટે વપરાયો છે. આમ બાપનો કૂવો પાણીથી છલોછળ ભરેલો હોય પણ એ પાણીનો બીજો કોઈ ઉપયોગ ના હોય તો એમાં પડી ડૂબી મરાતું નથી.
(ડો.જયનારાયણ વ્યાસ)
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)