મા ને મૂકીને માસીને ન પૂજાય |
મા એ મા. જનની અને જન્મભૂમિ એની જોડ ક્યારેય મળી શકતી નથી. એટલે જ કહેવાયું છે ”માતૃદેવો ભવ:” આવી મા બેઠી હોય ત્યારે એની ગમે તે કારણસર અવગણના કરી માસી પાસે પહોંચી ન જવાય. તેવો ભાવાર્થ આ કહેવતમાંથી નીકળે છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)