ઘેટી ચરવા ગઈ ને ઊન મૂકીને આવી |
ઘેટી કોઈના ખેતરમાં ઘૂસી જાય અને સરસ મજાનો ચારો ચરવા મળે એટલે કદાચ માલીક ખુશ થાય કે આજે બારોબાર આ પ્રાણીને ખવરાવવાનો ખર્ચો નીકળી ગયો. પણ એ દરમિયાન જો ખેતરનો માલીક આવી જાય અને ઘેટીના શરીરે ઉગેલ સરસ મજાનું ઊન ઉતારી લે તો ચારો ખાધો એના કરતાં વધુ રકમનું ઊન ખોવું પડ્યું. એ રીતે ફાયદો લેવા જતાં સરવાળે નુકશાન થાય ત્યારે આ કહેવત વપરાય છે.