કુંડું કથરોટને ના કહે કે મારૂં મ્હોં મોટું છે…

કુંડું કથરોટને ના કહે કે મારૂં મ્હોં મોટું છે…

કુંડું અને કથરોટ બંને જુદા જુદા પ્રકારનાં પાત્રો છે. બંનેનું તળિયું સાંકડુ હોય અને ઉપરનો ભાગ એટલે કે મોં પહોળું હોય.

હવે આ બંને એકબીજાની સાથે હરીફાઈ કરે ત્યારે બંનેનાં મોં લગભગ એક સરખાં પહોળાં છે એ ભૂલી જાય છે. આ કારણથી આ કહેવત એક સરખી ક્ષમતા અથવા દોષ ધરાવતા બે વ્યક્તિઓની આપસમાં સરખામણી કરવી હોય ત્યારે વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)