ગળ્યાં દાતરડાં કાઢવાં

       ગળ્યાં દાતરડાં કાઢવાં

 

 

ઘાસ કાપવા માટે અથવા પાક લણવા માટે દાતરડું વપરાય છે. એને એક બાજુએ થોડી કરવતીને મળતી આવતી ધાર કાઢેલી હોય છે. લગભગ બીજના ચંદ્ર જેવો આકાર હોય છે. આવું દાતરડું ગળી જ ના શકાય. પહેલાં તો એ જ મુશ્કેલ કામ છે.

આમ છતાંય માની લો કે કોઈ એ ગળી ગયું તો પાછું કાઢવું હોય તો બધું ઉતરડતું આવે. એટલે કે અત્યંત તીવ્ર મરણ સમાન પીડા થાય. મફતની કોઈ વસ્તુ પચાવી પાડી હોય અને એને ફરજિયાત પાછી આપવી પડે એવી પરિસ્થિતી કેટલી પીડાદાયક હોય છે એનું વર્ણન કરવા માટે આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)