ડાંગે માર્યાં પાણી જુદાં ના પડે

ડાંગે માર્યાં પાણી જુદાં ના પડે

એક હોય તે અંતે એક જ રહેવાનું; માજણ્યા ભાઈઓ કદાપિ કલેશ કરે તો પણ તેઓ ભેગા થયા વિના રહેતા નથી. સામાન્ય (નજીવી) તકરાર થવાથી સ્નેહીજનો કંઈ જુદા પડી જતા નથી. એક લોહીવાળામાં ઝટ કુસંપ ન કરાવી શકાય.

જેમ પાણી વહેતું હોય એમાં લાકડી મારો અથવા તલવાર એ પ્રવાહને જુદો નથી કરી શકાતો. બરાબર તે જ રીતે એકલોહિયા માણસોને પણ નાનો મોટો ઝગડો થાય તો પણ એના કારણે ઊભો થનાર વિખવાદ કાયમી ધોરણે દૂર નથી કરી શકતો. આ સંદર્ભમાં અંગ્રેજીમાં પણ કહેવાયું છે ‘Blood is thicker than water’.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)