બાવાની લંગોટી વળે એટલી જીભ હોવી

         

 બાવાની લંગોટી વળે એટલી જીભ હોવી

 

વગર કામનું બોલ્યા કરવું અથવા ખૂબ જ વાચાળ કે બોલકણા હોવું એ પણ એક પ્રકારની ખોડ છે. વાણી અને વર્તન સંયમવાળાં હોવાં જોઈએ. ખપ પૂરતું જ બોલાય અને પ્રસંગને અનુરૂપ જ બોલાય.

અત્યંત વાચાળતા અથવા બોલકણું હોવું તે અગાઉ વર્ણવી ગયા તે કહેવત ‘વણ બોલાવે બોલે તે તણખલાને તોલે’ અનુસાર માણસનું માન ઘટાડે છે. આ પ્રકારના મર્યાદાવિહીન બોલ્યા કરતા અતિવાચાળ વ્યક્તિ માટે ‘બાવાની લંગોટી વળે એટલી જીભ હોવી’ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)