બાળકને જમાડવું એ તમારા માટે માથાનો દુઃખાવો છે?

ણાં માબાપોની ફરિયાદ હોય છે કે તેમના બાળકને ખાવાનું ગમતું નથી. તેમને શું ભાવે છે અને શું નથી ભાવતું તે ખબર નથી પડતી. રોજ તેમને જમાડવા એ નાકે દમ આવી જાય છે. કેટલાંક કહેતાં હોય છે કે આમ તો બિસ્કિટ, ચૉકલેટ કે નૂડલ્સ આપીએ તો ફટાફટ ખાઈ જાય છે પરંતુ રોટલી શાક, દાળભાત વગેરે ખાવાનાં આવે તો નખરા વધી જાય છે. કેટલાંકની ફરિયાદ હોય છે કે તેમનાં બાળકને તો આખો દિવસ કંઈ ને કંઈ ખાવા જ જોઈએ છે. તેને રોજ બટેટાનું શાક જોઈએ.તો કેટલાંકની ફરિયાદ હોય છે કે તેમના બાળકને રોજ નવું-નવું જમવા જોઈએ.

જો તમારું બાળક નીચેનું વર્તન બતાવતું હોય તો તે સંપૂર્ણપણે સામાન્ય છે. તેનામાં કોઈ ખામી નથી.

  • જોતેનેરંગકેતેનારૂપના આધારે કોઈ ચીજ ન ભાવતી હોય.
  • માત્રકેટલીકચીજોજતેનેભાવેછે, તે સિવાય કંઈ નહીં.
  • કોઈ નવી ચીજ ખાવાનો પ્રયાસ કરતો/કરતી નથી.
  • તેમને જમાડો તો જ તેઓ જમે છે. જાતે જમતાં નથી.

 

કેટલાંક બાળકો આવાં જ હોય છે. તેમને પોતાની રીતે મનગમતું જમવું હોય છે. આ એક બાબત એવી છે જેનું નિયંત્રણ તેઓ પોતે કરી શકે છે. ખાવાની ના પાડીને તેઓ તેમની સ્વતંત્રતાનું પ્રદર્શન કરે છે. હા, માતાપિતા તરીકે તમારી ચોક્કસ ફરજ છે કે તેને તમે આરોગ્યપ્રદ ચીજોનાવિકલ્પો આપો અને સારું ખાવાની ટેવ પાડો. જો તમે તેમ કરી રહ્યા હો અને તમારું બાળક પણ ઊર્જાવાન હોય, તેનો વિકાસ થઈ રહ્યો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.

તમે બાળકને અલગ-અલગ રીતે આરોગ્યપ્રદ ભોજન ખાવાની ટેવ પાડી શકો છો. પહેલાં તો, તમે તેને પ્રોત્સાહન આપો. જો તે આરોગ્યપ્રદ ચીજો ખાય તો તેને તમે સારા છોકરા કે છોકરી કહેશો કે તેમને ગમતા લોકો દ્વારા તેમની પ્રશંસા થશે તેમ તેને કહો. આ સિવાય તંદુરસ્ત સરખામણી કરો. દા.ત. તેનો ખાસ મિત્ર કે બહેનપણી તો આ ચીજો ખાય છે. તેનામાં આવું ખાઈને કેટલી શક્તિ છે તેમ કહી તમારા બાળકને પ્રોત્સાહિત કરો.

બીજો ઉપાય છે થોડો ડર બતાવવાનો. દા.ત. તમે કહો કે જો તે જમશે નહીં તો તમે તેને દીકરો કે દીકરી નહીં કરો (અર્થાત્ વ્હાલ નહીં આપો.) જો તે નહીં જમે તો તેને બગીચેરમવા નહીં લઈ જાવ. કાલ્પનિક બાવાનો કે તેને જે પ્રાણીનો ડર લાગતો હોય તેનો ડર બતાવી શકાય પરંતુ આનું ભયસ્થાન એ છે કે તે ડરપોક ન બની જાય. જે પ્રાણીનો ડર તેને બતાવવામાં આવે તે પ્રાણીનો ડર તેના મનમાં કાયમી પેસી જઈ શકે. આ પ્રકારના ડરનું ખોટું પરિણામ એ હોઈ શકે કે તમારું બાળક તેનું સપનું જુએ અને સપનામાંપથારીમાં પેશાબ કરી જાય.

તમે તમારા બાળકની પસંદગી સમજો. તેને કયા પ્રકારનું ભોજન ભાવે છે? માનો કે, તમારા બાળકને બાફેલાંબટેટાં મીઠું નાખ્યા વગર ભાવતા હોય, ચણાબાફેલાં મીઠું નાખ્યા વગરના ભાવતા હોય તો તેને તીખાં શાકભાજી ખવડાવવાનો આગ્રહ ન કરવો જોઈએ. મોટી ઉંમરે જ્યારે તીખું, તળેલું કે મીઠા વગરનું ખાવાનું આવે ત્યારે તકલીફ પડે છે. આના કરતાં નાનપણથી મીઠા વગરની ચીજો ખાય તો તે ઉત્તમ ટેવ છે. તે જો જમીને પાણી ન પીવાની ટેવ ધરાવતું હોય અને તમને જમીને પાણી પીવાની ખોટી આરોગ્યપ્રદ ટેવ હોય તો તમે બાળકને તમારા જેવી ટેવ ન પાડો. આયુર્વેદ અનુસાર, જમીને અડધા કલાક સુધી પાણી ન પીવું જોઈએ. તેનાથી શરીરમાં કાચો આમ થાય છે. જમવાનું બરાબર પચતું નથી. કબજિયાત સહિતની સમસ્યાઓ તેના લીધે થઈ શકે છે.

તમારા બાળકને જમાડવામાં તમારે ધીરજનો ગુણ કેળવવાની જરૂર પડે છે. તમારે માતા તરીકે કામ હોઈ શકે પરંતુ આવા સંજોગોમાં પિતાને એટલે કે તમારા પતિને તેને જમાડવાનું કામ સોંપો. તમારા ઘરમાં સાસુ-સસરા રહેતાં હોય તો તેમને આ કામ સોંપો. બાળક પોતાનું મનગમતું ખાવાની જિદ સાસુ-સસરા આગળ કરે તો તમે સાસુ-સસરાને પહેલેથી ના પાડી દો.

ધીમેધીમે તમારા બાળકને તેના હાથ વડે જમાડવાની ટેવ પાડો. તમને માતાપિતા તરીકે ચોક્કસ ગમતું હશે કે તમારું બાળક તમારા હાથે જમે, પરંતુ તે તેના ઉછેર માટે સારું નથી. તમારું બાળક જાતે જમે તે તેના હિતમાં છે કારણકે તો તે સ્વાવલંબી બનશે. તમારા વગર પણ તે તેનાં કામો કરી શકશે.