દાંતની સારવાર – એક જ સ્થળે બધી મળે, નિરાળી રીતે મળે તો કેવું?

દાંત દુખતો હોય ત્યારે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ મૂડલેસ રહે અને જ્યારે સારવાર કરાવવા માટે દાંતના દવાખાનામાં જાય ત્યારે પણ પીડાના ડરથી અપસેટ રહે. આવા સમયે દર્દીને જો ડોક્ટરનો પ્રેમ અને લાગણીપૂર્વકનો વ્યવહાર મળે અને અદ્યતન ટેક્નોલોજી-ઈક્વિપમેન્ટ્સ વડે સારવારની ખાતરી મળે તો એનું દર્દ જાણે ત્યાં જ અડધું થઈ જાય.

ડેન્ટિસ્ટનું નામ પડતાં જ, દાંતના દવાખાને જવાનું થાય તો ગભરાટ છૂટી જાય. ઘણાને એમ હોય કે ડોક્ટર દાંત જોઈને ખિજાશે તો, ઈન્જેક્શન મારશે તો બહુ દુખશે. પરંતુ ડેન્ટિસ્ટ એટલે આપણા દાંતનો દોસ્ત કહેવાય. ડેન્ટિસ્ટોનું કામ દર્દીનું દુઃખ દૂર કરવાનું હોય છે, વધારવાનું નહીં. ઘણા લોકો ડેન્ટિસ્ટના બિલથી ગભરાતા હોય છે. તો કહેવાની જરૂર છે કે હવે વ્યક્તિના ગજા પ્રમાણે, એને પોષાઈ શકે એવી દાંતની સારવાર મળી શકે છે.

ભારતમાં હવે દાંતની સારવારમાં ઘણી પ્રગતિ આવી છે. અરે, બહારના દેશોમાંથી લોકો સારવાર કરાવવા માટે ભારતમાં આવે છે.

દાંતની અનેક પ્રકારની સારવાર હોય છે જેમ કે, એક્સ્ટ્રેક્શન્સ, ફિલિંગ, રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, ફૂલ ડેન્ચર્સ, ઈમ્પ્લાન્ટ્સ, તૂટેલા દાંતને સાંધવાનું વગેરે પ્રકારની વિશિષ્ટ સારવાર-સેવાઓ ઉપલબ્ધ છે. પરંતુ દાંતની સારવાર અને સંભાળ વિશે લોકોમાં કેટલીક ગેરમાન્યતાઓ પણ પ્રવર્તે છે જે દૂર થવી જરૂરી છે અને એવી અધૂરી સમજણ દૂર કરવામાં મદદરૂપ થાય છે મુંબઈના જાણીતા ડેન્ટિસ્ટ ડો. જિગર ગાલા. વિદેશોમાં લોકપ્રિયતા હાંસલ કર્યા બાદ ડેન્ટલ સ્પા અને કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી જેવી આધુનિક ડેન્ટલ સારવાર હવે ભારતમાં પણ ઉપલબ્ધ થવા લાગી છે. એ વિશે પણ ડો. જિગર ગાલા આપણને સમજાવે છે જે તમને આગળ વાંચવા મળશે.


બહુમૂલા દાંતને સંભાળો

દાંત ખરાબ થવા અને એની સંભાળ વિશે ચેતવણી અને સલાહ આપતાં ડો. ગાલા કહે છે કે, દાંત સડવાના કે દાંતની તકલીફ થવા પાછળના અનેક કારણો હોય, પણ બે મુખ્ય કારણ છે – તમાકુ અને ધૂમ્રપાનની આદત. જોકે જંક ફૂડ ખાવાને કારણે પણ દાંત અને પેઢાં વખત જતાં નબળાં પડે છે.


ડેન્ટલ સ્પાઃ સારવાર પૂર્વે દર્દીનું મગજ શાંત કરવાની પ્રાયોરિટી

દાંતની સારવારમાં ડેન્ટલ સ્પા નામે એક નવી ક્રાંતિકારી પદ્ધતિ અપનાવવામાં આવી છે. ડો. જિગર ગાલાનું કહેવું છે કે સામાન્ય રીતે દર્દીના મનમાં ઈન્જેક્શન લાગવાનો, દાંત કાઢવાનો કે રૂટ કેનાલ પહેલાં એક પ્રકારનો ડર રહેતો હોય છે. પરંતુ અમે એમને ઈંજેક્શન આપતા પહેલાં કે સારવારની પ્રક્રિયા શરૂ કરતા પહેલાં એમને અમારી ઝીરો ગ્રેવિટી-ફૂલ્લી ઓટોમેટિક મસાજ ચેર પર બેસાડીએ છીએ. એની પર જુદા જુદા 18 પ્રકારના મસાજીસ કરવામાં આવે છે. પાંચથી લઈને 15 મિનિટ સુધી એમનું મસાજ થાય છે. એમનાં દરેક પ્રેશર પોઈન્ટ્સને ટ્રિટમેન્ટ થાય છે. એક વખત એમનું મગજ શાંત થઈ જાય એ પછી જ અમે ટ્રિટમેન્ટ શરૂ કરીએ છીએ. વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે કે ગભરાયેલા દર્દી કરતાં જેનું મગજ શાંત થયું હોય એની સારવારનું પરિણામ સારું આવે છે.


કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રીઃ સ્માઈલ ડિઝાઈનિંગ વડે દર્દીનો લુક બદલાઈ જાય

પોતાના ચહેરા પર પરફેક્ટ સ્માઈલ કોને ન ગમે? કેટલાકને એ કુદરતી રીતે મળેલું હોય છે તો બીજાંઓને તે એમના ડેન્ટિસ્ટની મદદથી મળી શકે છે. મેડિકલ સાયન્સે ઘણી પ્રગતિ કરી છે અને દાંતની સારવાર પણ એમાં બાકાત નથી. દાંતોને સુંદર દેખાડવા માટે કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રીનો ટ્રેન્ડ ચાલ્યો છે. જેમનાં દાંત જન્મથી ઊંચા-નીચા હોય તો એને યોગ્ય આકાર અપાવવામાં પણ કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી મદદરૂપ થાય છે.

આ તો થઈ જેમનાં દાંત ગડબડવાળા હોય એમની વાત, પણ જેમનાં દાંત એકદમ બરાબર હોય તે છતાં એમને સજાવીને સ્માઈલને સુંદર બનાવવા માગતા હોય એમને પણ નિષ્ણાત ડેન્ટિસ્ટ્સ મદદરૂપ થાય છે.

જેમને માટે દાંતના સ્ટ્રક્ચરનું ખૂબ મહત્ત્વ રહેતું હોય છે ફિલ્મી સિતારાઓ, એરહોસ્ટેસીસ જેવા હાઈપ્રોફાઈલ ક્લાયન્ટ્સ માટે પોતાના ક્લિનિકમાં કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી શરૂ કરનાર ડો. જિગર ગાલા કહે છે, લેમિનેટ્સ, વિનીયર્સ, સ્માઈલ ડિઝાઈનિંગને આવરી લેતી આ સારવારમાં દર્દીનાં દાંતનો સંપૂર્ણ લુક ઉપરાંત ફેસિયલ એક્સપ્રેશન પણ બદલી શકાય છે. જુદા જુદા પ્રકારના ફિલિંગ્સ દ્વારા દર્દીઓનું મેકઓવર કરી આપવામાં આવે છે. બાળકો માટે કલર ફિલિંગ્સ છે. આ સારવારમાં દાંતનો સડો દૂર કરીને એમાં ફિલિંગ્સ ભરી આપવામાં આવે છે. બાળકોને કંઈક નવીન કરાવ્યાનો આનંદ આવે છે અને સાથોસાથ આ પદ્ધતિને લીધે જંક ફૂડ વિરુદ્ધ લોકોમાં જાગૃતિ પણ ઊભી થાય છે. કેટલું સરસ..!


વિદેશી દર્દીઓમાં વધી રહ્યું છે ડેન્ટલ ટૂરિઝમનું આકર્ષણ – એક લેટેસ્ટ ટ્રેન્ડ

પશ્ચિમી દેશોને પગલે હવે ભારતમાં પણ ડેન્ટલ ટુરિઝમ નામે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. વિદેશમાં વસતા ભારતીયો મુંબઈમાં આવીને દાંતની સારવાર લેવાનું પસંદ કરે છે. કારણ કે પશ્ચિમી દેશોની સરખામણીમાં મુંબઈમાં એમને દાંતની સારવાર ઘણી સસ્તી પડે છે. વિદેશમાંથી લોકો ભારતમાં દાંતની સારવાર કરાવવા આવે એ માટે ડેન્ટલ ક્લિનિક્સ પેકેજ બનાવી આપે. જેમાં ફ્લાઈટનો ખર્ચ, અહીંયા રહેવાની વ્યવસ્થા, દાંતની સારવારનો ખર્ચનો સમાવેશ કર્યો હોય, એવું ડો. જિગર ગાલા કહે છે.

ડો. ગાલાને એમના વ્યવસાયમાં એમના પત્ની ગાર્ગી ગાલા ટેકનિકલ બિઝનેસ હેડ તરીકે મદદરૂપ થાય છે. તેઓ ક્લિનિકમાં માર્કેટિંગ અને સોશિયલ મિડિયાનું કામકાજ સંભાળે છે. એમાંય મુખ્યત્વે, વિદેશમાંથી જે NRIs દર્દીઓ આવે એમને લાગણીસભર વ્યવહાર મળી રહે એની ખાસ તકેદારી ગાર્ગી ગાલા રાખે છે. એ માટે ક્લિનિકે ડેન્ટલ ટૂરિઝમ કોન્સેપ્ટ અપનાવ્યો છે. એવા મોંઘેરા દર્દીઓ ભારતની મુલાકાતે આવે, દાંતની સારવાર કરાવે, લગ્ન કે કોઈ પારિવારિક પ્રસંગમાં હાજરી આપે, મુંબઈ કે ભારતમાં પ્રવાસ સ્થળોની મુલાકાત લેવી હોય તો એમને માટે ફરવા તથા ત્યાં રહેવાની વ્યવસ્થા એમના પ્લાન મુજબ કરી આપવામાં આવે છે. શોપિંગ કરવું હોય તો એ માટેનો પણ કાર્યક્રમ ઘડી આપીએ છીએ. ટૂંકમાં, એમને અહીંયા ઘર જેવી લાગણી થવી જોઈએ. દાંતની પીડારહિત સારવાર તો કરાવવાની, ભારતમાં લહેર પડી જાય એવું રોકાણ પણ કરવાનું.


દાંતની સંભાળ માટે લોકોમાં જાગૃતિ આવી છેઃ ડો. જિગર ગાલા

10 વર્ષ પહેલાંની સરખામણીમાં હવે ભારતમાં લોકો દાંતની કાળજી લેવા માટે 60-70% જેટલા વધારે જાગૃત થયા છે. જોકે પશ્ચિમી દેશોનાં લોકો કરતાં તો આપણે જરૂર થોડાક પાછળ છીએ.

લોકો હવે રેગ્યૂલર ચેકઅપ કરાવવાની બાબતમાં ઘણા સરસ રીતે જાગૃત થયાં છે. આનું કારણ એ છે કે હવે દાંતની સારવારમાં અદ્યતન ટેક્નોલોજીઓ આવી ગઈ છે અને સામાજિક સંસ્થાઓ અવારનવાર દંતશિબિરો પણ યોજતી હોય છે.

મોટી ઉંમરનાં લોકોની સરખામણીમાં યુવા વ્યક્તિઓ દાંતની કાળજી વિશે વધારે સભાન થતી જોવા મળી રહી છે, જેમ કે સ્કૂલ-કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ કે નોકરિયાત વર્ગ, પ્રોફેશનલ વ્યક્તિઓ. આવા દર્દીઓનાં રેકોર્ડ ક્લિનિકમાં હોય એટલે દર ત્રણ મહિને ક્લિનિક તરફથી એમને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવે છે કે ચેકઅપ માટેનો સમય થઈ ગયો છે કરાવી જાવ. જાગૃત લોકો ક્લિનિકમાં વિઝિટ લેવાનું ટાળતા પણ નથી. નાની મોટી કેવિટીઝ હોય તો ફીલિંગ્સ કરાવવા ક્લિનિક પર પહોંચી જાય છે. દુખાવો થાય એની રાહ નથી જોતાં.


ભારતમાં દાંતની સારવાર સૌથી સસ્તી, ઝડપી છે

ભારતમાં છેલ્લા દસેક વર્ષમાં દાંતની સારવારની ટેક્નોલોજીની દ્રષ્ટિએ ઘણું પરિવર્તન આવ્યું છે, એવું ડો. જિગર ગાલા કહે છે, જેમ કે, પહેલાં ડેન્ચર (ચોકઠું) બનાવી આપવામાં આવતું હતું, પણ એ હવે જૂનું થઈ ગયું. એની જગ્યાએ ફિક્સ્ડ બ્રિજ કે ડેન્ટલ ઈમ્પ્લાન્ટ ટેક્નોલોજી આવી છે. ડેન્ટલ ટ્રિટમેન્ટમાં ટેક્નોલોજીના ઉપયોગની બાબતમાં ભારત પશ્ચિમી દેશો કરતાં જરાય પાછળ નથી એવું ડો. જિગર ગાલા કહે છે, જે પોતે લંડનમાં નિયમિત રીતે પ્રેક્ટિસ કરવા જાય છે. તેઓ વધુમાં કહે છે કે અમે મુંબઈમાં સ્ટેમસેલ ટેક્નોલોજીથી સારવાર કરીએ છીએ.

વિદેશમાંથી લોકો ખાસ દાંતની ટ્રિટમેન્ટ માટે મુંબઈ આવે છે, કારણ કે બીજા દેશો કરતાં આપણે ત્યાં દાંતની સારવાર માટે ઘમો ઓછો ખર્ચ થાય છે. એ લોકો ફ્લાઈટમાં આવે, ફાઈવ સ્ટાર હોટેલમાં રહે તો પણ અડધાથી એક-તૃતિયાંશ ભાગ જેટલો ઓછો ખર્ચ થાય છે. વિદેશ કરતાં ભારતમાં દાંતની સારવાર સસ્તી, સારી અને શોર્ટ ટર્મમાં પૂરી થાય છે. વિદેશમાં જેને માટે 15-20 દિવસ લાગે છે, તે જ દાંતની સારવાર મુંબઈમાં અમે પાંચથી છ દિવસમાં પૂરી કરી શકીએ છીએ, એમ ડો. જિગર ગાલા વધુમાં કહે છે.


ડો. જિગર ગાલાનો સંપર્ક ક્યાં કરશો?

ડો. જિગર ગાલાનો સંપર્ક કરવો હોય તો અંધેરી (વેસ્ટ)માં એસ.વી. રોડ પર અનુરાધા બિલ્ડિંગમાં એમનું ક્લિનિક છે – ડેન્ટલ કોન્સેપ્ટ્સ – ડેન્ટલ સ્પા એન્ડ ઈમ્પ્લાન્ટ ક્લિનિક. આ ક્લિનિક અન્ય ક્લિનિક્સ કરતાં ઘણી રીતે અલગ તરી આવે છે. જેમ કે, અહીં લેઝર્સ, ઈન્સ્ટન્ટ વ્હાઈટનિંગ મશીન, ઓઝોન મશીન, ડિજિટલ એક્સ-રેઝ, ઓટોક્લેવ્સ જેવા અદ્યતન ઈક્વિપમેન્ટ્સ સાથે 3 સંપૂર્ણપણે ઓટોમેટિક ડેન્ટલ ઓપરેટરીઝ છે, જેમાં જેમાં લેસર્સ, ઈન્સ્ટન્ટ વ્હાઈટનિંગ મશીન, ઓઝોન મશીન, ડિજિટલ એક્સ-રેઝ જેવા અત્યાધુનિક આર્ટ ઈક્વિપમેન્ટ્સ છે. આ ક્લિનિક ISO 9001-2008 સર્ટિફાઈડ છે અને અહીં સ્પેશિયલાઈઝ્ડ સારવાર-સેવા મળે છે જેમ કે, એસ્થેટિક અને કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી, વન-સીટિંગ ચાઈલ્ડ ડેન્ટિસ્ટ્રી, સર્જિકલ ડેન્ટિસ્ટ્રી, એન્ડોડોન્ટિક ડેન્ટિસ્ટ્રી, રીસ્ટોરેટિવ અને પ્રોસ્થોડોન્ટિક ડેન્ટિસ્ટ્રી, ઓર્થોડોન્ટિક ડેન્ટિસ્ટ્રી, પીરિયોડોન્ટિક ડેન્ટિસ્ટ્રી, ઈન-હાઉસ CT સ્કેન અને ઓપીજી સુવિધા.

ભારતમાં સૌપ્રથમ એવું ડેન્ટલ સ્પા અહીં છે જ્યાં ફૂટ મસાજ, વર્ચુઅલ 3D ગ્લાસીસ, અરોમા થેરપી, ફૂલ બોડી મસાજ જેવી કોમ્પ્લિમેન્ટરી સ્પા સુવિધા પણ ઉપલબ્ધ છે. રૂટ કેનાલ્સ, માઈક્રો સર્જરી, કોસ્મેટિક ડેન્ટીસ્ટ્રી જેવી અનેક પ્રકારની દાંતની સારવારમાં મેગ્નિફિકેશન્સ માટે ડેન્ટલ માઈક્રોસ્કોપ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

ડેન્ટલ પ્રોસિજર્સમાં સજાગ બેહોશી (કોન્શિયસ સીડેશન) માટે નાઈટ્રસ ઓક્સાઈડ મશીનનો ઉપયોગ કરાય છે.
ડેન્ટલ ઈમ્પ્લાન્ટ રીકવરી, ગમ સર્જરી, ઓરલ કેન્સર વગેરે જેવી ડેન્ટલ પ્રોસીજર્સ માટે ડેન્ટલ લેસર ટેક્નોલોજીનો ઉપયોગ કરાય છે.

ડેન્ટલ કોન્સેપ્ટ્સ વિશે વધુ માહિતી માટે આ લિન્ક પર ક્લિક કરી શકો છોઃ
http://dentalconceptsmumbai.com/

અહેવાલઃ મનોજ મોતીવાલા

તસવીરો, વિડિયોગ્રાફીઃ દીપક ધુરી