ફુકરે રિટર્ન્સઃ ફિર વહી જોક્સ લાયા હૂં…

ફિલ્મઃ ફુકરે રિટર્ન્સ

કલાકારોઃ પુલ્કિત સમ્રાટ, વરુણ શર્મા, મનજોતસિંહ, રિચા ચઢ્ઢા

ડિરેક્ટરઃ મૃગદીપ સિંહ લાંબા

અવધિઃ આશરે સવા બે કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ 1/2

અમુક જોક એવા હોય, પહેલી વાર સાંભળીએ-જોઈએ તો ગમે, પણ સેમ ટુ સેમ જોક કે હ્યુમર રીપિટ થતા રહે તો ખીજ જરૂર ચડે. ‘ફુકરે રિટર્ન્સ’માં કંઈ આવું જ બન્યું છે. જો કે ફિલ્મમાં કમાલની કોમિક ટાઈમિંગવાળા કાબેલ ઍક્ટરો તમને કંટાળવા દેતા નથી એ રાહત છે, બાકી 2013વાળી મૂળ પિલ્મની ફ્રૅશનેસ અને નૉવેલ્ટી શોધવા જશો તો નિરાશ થશો.

રાતોરાત ધનાઢ્ય થવાનાં સપનાં જોનારા દિલ્હીના લુખ્ખા (અથવા ફુકરા) યુવાનો હની બાબા (પુલ્કિત સમ્રાટ) ચુંચા (વરુણ શર્મા) અને લલ્લી (મનજોતસિંહ) તથા ઝફરભાઈ (અલી ફૈઝલ), ભોલી પંજાબણ (રિચા ચઢ્ઢા) તમને ગમેલાં, રાઈટ? અને પેલો કૉલેજનો પિયુન-કમ-ચોકીદાર (મનીષ ત્રિપાઠી)… ચુંચા રાતે કંઈ અજીબ સપનું જોતો. સવારે હની બાબા એનું અર્થઘટન એક નંબર કાઢી એ નંબર પર મટકું રમીને પૈસા કમાતા એ લુખ્ખા હવે ફરી આપણને રીઝવવા આવ્યાં છે.

લાસ્ટ ટાઈમ લુખ્ખાઓએ મગિલા ગેંગસ્ટર ભોલી પંજાબણને જેલમાં ધકેલી એટલે એ એમની પિદૂડી કાઢવા તત્પર છે. એ જેલમાંથી બહાર આવે છે. હવે એની ઑફર છેઃ પૈસા આપો નહીંતર… એટલે યયેનકેન પ્રકારેણ ફુકરે લોકોએ પૈસા ઊભા કરવા પડશે. ભોલી પંજાબણ ઉપરાંત ફુકરાઓએ એક નઠારા રાજકારણી (રાજીવ ગુપ્તા)નો સામનો जપણ કરવાનો છે. ફિલ્મમાં સરસ ડાયલૉગ્સ મળ્યા છે મનીષ ત્રિપાઠી-રિચા ચઢ્ઢા અને વરુણ શર્માને. એમની કોમિક ટાઈમિંગ પણ કમાલની છે.

લાસ્ટ ટાઈમનું (એટલે કે મૂળ ફુકરેનું) પેલું અંબરસરિયા સોંગ યાદ છે? અંબરસરિયા મુંડાવે કચિયા કલિયાં ના તોડ/તેરી માઁ ને બોલે હૈ મુઝે તીખે સે બોલ…અંબરસરિયા! (સ્વરાંકનઃ રામ સંપથ).

અગાઉ કહ્યું એમ, ફિલ્મમાં નવીનતા નથી. ફરી એ જ પુરાની, નવી દિલ્હીના વિસ્તાર, મેટ્રો રેલ, હનુમાનજીની વિરાટ મૂર્તિના શૉટ્સ, ટૉઈલેટ હ્યુમર છે, મેરે પિછવાડે મેં હૈ ઍન્ડ ઑલ ધૅટ… માનો યા ના માનો, પણ ‘પિછવાડા’ના ક્લોઝઅપનો એક સીન પણ છે ફિલિમમાં. આમ છતાં ફિલ્મ એન્જૉયેબલ છે. વીકએન્ડમાં કરવા જેવું બીજું કોઈ કામ ન હોય (અને બીજી કોઈ ટક્કરની ફિલ્મ પણ નથી), એન્ટરટેન્મેન્ટની તલાશમાં હો તો જરૂર જોવા જજો ફુકરે રિટર્ન્સ.

(જુઓ ‘ફુકરે રિટર્ન્સ’નું ટ્રેલર)

httpss://www.youtube.com/watch?v=f-UzOpuKOVY