આપણામાંથી કેટલાંય એવા લોકો હશે, લગભગ તો મોટાભાગના એવા લોકો હશે કે જેમને તકિયા વગર ઊંઘ નહીં આવતી હોય. અને એમા પણ કેટલાકને તો ઉંઘવા માટે એક નહીં ને બે તકિયા જોઇતા હોય છે. પણ રીસર્ચ અનુસાર, ઉંચા તકિયા પર ઉંઘવાથી ભલે એ વખતે સારી ઉંઘ આવી એવું લાગે પણ આવનાર સમયમાં તે કેટલીય તકલીફોનું મૂળ બની જાય છે. આશ્ચર્ય થયુ હશે, કે તકિયો અને તકલીફ, કેવી રીતે ? જી હા તકિયા સાથે ઉંઘવાથી લાભ કરતાં ગેરલાભ વધુ થાય છે. કે જેનાથી તમારી ડેઇલી લાઇફમાં ઘણી પરેશાનીઓ આવી શકે. નાનાથી લઇને મોટેરાઓ સૌને થઇ શકે છે તકિયાથી તકલીફ. તકિયા વગર ઉંઘવાથી કઇ કઇ તકલીફોથી મુક્તિ મળે છે તે જાણશો તો તમે પણ તકિયો લઇને ઉંઘવા પહેલા વિચારશો જરુર. આવો તમને જણાવીએ કે તકિયા વિના ઊંઘવાથી કઇ કઇ તકલીફથી છૂટકારો મળે છે.
- એક્ને અને રિંકલ્સ દૂર થાય.
વિના તકિયા ઉંઘવાથી તમારા ચહેરા પરથી એક્ને (પિમ્પલ્સ) અને રિંકલ્સ દૂર રહે છે. આ કોઇ બેતુકી વાત નથી. કારણભૂત તારણ છે. લોજીકલ રીઝન એ છે કે, તકિયાના કવર પર કેટલીય ધૂળ, બેક્ટેરિયા હોય જે નરી આંખે દેખાતા નથી. તકિયા પર ઉંઘો એટલે આ બધા તમારા ચહેરા સાથે વાંરવાર સંપર્કમાં આવે અને એનાથી એક્ને- પિંપલ્સની સમસ્યા થઇ શકે. ઉપરથી તકિયા પર આપણે ગમે તેમ ઉંઘીએ જેથી આપણા ચહેરાની ત્વચાની ઇલાસ્ટીસિટી પણ ઓછી થઇ જાય અને રિંકલ્સ એટલે કે ચહેરા પર કરચલીઓ વધી શકે.
- પીઠનો દુખાવો દૂર રહે
જો તમારી પીઠમાં દુખાવો રહે છે. અથવા તમે આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરો છો તો તકિયાનો ઉપયોગ કરવો બિલકુલ હિતાવહ નથી. કારણ કે તેનાથી પીઠનો દુખાવો વધી શકે છે. વિના તકિયા ઉંઘશો તો કરોડરજ્જુને આરામ મળશે અને ધીરે ધીરે પીઠનો દુખાવો દૂર થશે.
- સરસ ઉંઘ મળે
જો તમે એવુ માનો છો તે તકિયા સાથે ઉંઘવાથી સારી ઉંઘ આવે છે તો એ તમારો ભ્રમ છે. રિસર્ચ અનુસાર વિના તકિયા ઉંઘવાથી શરીરને વધુ સારી ઉંઘ મળે છે. અને તેનાથી ઉંઘ ન આવવાની તકલીફ પણ નથી રહેતી. કારણ કે તકિયા વગર ઉંઘવાથી શરીરના માથાના ભાગ, કમર, કરોડ રજ્જૂથી લઇને પગ બધા અંગો યોગ્ય પૉસ્ચરમાં હોય છે.4. સ્ટ્રેસ દૂર થાય
ખોટી રીતે અથવા ખોટી પોઝિશનમાં ઉંઘવાથી ઉંઘ પુરી નથી થતી. અને આખો દિવસ પછી આપણુ ધ્યાન અન્ય કામમાં નથી રહેતુ. જેથી સ્ટ્રેસ વધે છે. એટલે તકિયા વગર ઉંઘવાથી શરીરને જે આરામ મળશે તેનાથી પુરા દિવસ દરમિયાન મન લગાવીને કામ કરી શકશો. અને કામ સુપેરે પાર પડે એટલે કોઇ સ્ટ્રેસ પણ નહીં રહે. એટલે એ પણ એક ફાયદો છે તકિયા વિના ઉંઘવાનો.
- યાદશક્તિ વધે
જ્યારે આપણે જાગતા હોઇએ છીએ ત્યારે આપણુ દિમાગ એક્ટિવ હોય છે. અને ઉંઘ દરમિયાન દિમાગ રેસ્ટ મોડ પર ચાલ્યુ જાય છે. હવે જો આપણા શરીરને બરાબર ઉંઘ નહીં મળે તો દિમાગ ઉંઘમાં પણ એક્ટિવ મોડમાં રહે. જેથી વસ્તુઓ, તારીખો, અન્ય નાની નાની વાતો ભુલવા જેવી તકલીફો થાય. પણ જો ઉંઘ બરાબર લેવામાં આવે તો દિમાગને રેસ્ટ મળે. અને યાદશક્તિ સારી રહે.
- બાળકો ફ્લેટ હેડ સિંડ્રોમથી બચે
જો તમે તમારા બાળકોને સોફ્ટ તકિયા પર વધુ વાર ઉંઘાડો છો. તો બાળકોને ફ્લેટ હેડ સિંડ્રોમ થવાનુ જોખમ તોળાતુ રહે છે. જેમાં બાળકોનું માથુ એક સાઇડથી ચપટુ થઇ જાય છે. આનાથી બચવા માટે બાળકોને તકિયા વગર ઉંઘાડવુ જરૂરી બની જાય છે. કે જેથી તેમના માથાનો આકાર વ્યવસ્થિત વિકસિત થઇ શકે.
- બાળકોને ગરદનની મોચથી બચાવો
નાના બાળકો મોટે ભાગે ઉંઘતા જ હોય છે. એવામાં કેટલીય વાર તકિયાને કારણે તેમની ગરદનમાં મોચ આવી જવાનો પણ ડર રહેલો છે. જો કે એ તકિયાની ખોટી ડિઝાઇનને કારણે થાય છે. પણ આવુ જોખમ લેવા કરતા એ વધુ સારુ રહે કે આપણે તેને તકિયા વગર ઉંઘાડવાની આદત રાખીએ.
જો કે, આટલા રીઝન હોવા છતાં તમને આદત પડી જ ગઇ છે તો હવે એ આદત ચપટી વગાડતાં તો છૂટશે નહીં. એટલે ધીરે ધીરે તમે તકિયાની આદત છોડી શકો. અને ન છોડો તો એટલું જરૂર ધ્યાન રાખજો કે વધુ હાર્ડ અને ઉંચો તકિયો ન વાપરવો.