ફેશનેબલ વસ્ત્રો જ નહીં, વ્યવસ્થિત મેકઅપ કિટ પણ બનાવશે પ્રેઝન્ટેબલ

રેક મહિલા અને યુવતીઓને મેકઅપ કરવાનું ઘેલું હોય છે અને પ્રસંગોપાત તેઓ ચહેરા પર મેકઅપનો લસરકો મારી જ લેતી હોય છે. તેમ છતાં ઘણી યુવતીઓ તથા કિશોરીઓને એવું લાગતું હોય છે કે મારો મેકઅપ હજી સરસ રીતે નથી થયો. વળી, તમારી પાસે ઢગલાબંધ કોસ્મેટિક્સ હોય છે તેમ છતાં આવું થાય છે.તમે પણ જો વારંવાર આવું જ વિચાર્યા કરતાં હો તો ચિંતા ન કરો, પહેલાં તો મારી મેકઅપ કિટમાં અમુક વસ્તુઓ છે કે નહીં, તે ચકાસી લો. કારણ કે ઘણીવાર કેટલાક કોસ્મેટિક્સના અભાવે પણ તમે પરફેક્ટ મેકઅપ નથી કરી શકતા. તો લેટ્સ ચેક એન્ડ અપડેટ યોર મેકઅપ કિટ… કારણ કે ફેશનેબલ વસ્ત્રોની સાથે સાથે જો તમારો મેકઅપ પણ વ્યવસ્થિત હશે તો જ તમે પ્રઝેન્ટેબલ લાગશો.
બેઝિક મેકઅપ આઇટમ

મેકઅપ કિટમાં ફાઉન્ડેશન, કોમ્પેક્ટ પાઉડર, આઇશેડો, બ્લશર, આઇ લાઇનર, મસ્કારા, લિપલાઇનર, લિપકલર તો હોવા જોઈએ સાથે સાથે કેટલીક અન્ય વસ્તુઓ પણ હોવી જરૂરી છે.

સ્પોન્જ

ફાઉન્ડેશન લગાવીને તેને ફેલાવવા માટે સ્પોન્જ જરૂરી છે. લિક્વિડ અને ક્રીમ બેઝ ફાઉન્ડેશનને ફેલાવવા માટે સ્પોન્જ જરૂરી છે. પેનસ્ટિક વાપરતા હો તો પણ સ્પોન્જ જરૂરી છે.

પાઉડર પફ

પાઉડર લગાવવા માટે પફ ખૂબ જરૂરી છે. લૂઝ પાઉડર લગાવવા માટે હળવાશથી પફનો ઉપયોગ કરવામાં આવે તો સોફ્ટ લૂક મળે છે.

આઇશેડો બ્રશ

તમારી મેકઅપ કિટમાં એક ફ્લેટ ટિપ્ટ સ્કાયર આઇશેડો બ્રશ તો હોવું જ જોઈએ. તેને તમે યોગ્ય રીતે આઇશેડો લગાવવા માટે ઉપયોગ કરી શકો છો.

સ્પોન્જ એપ્લિકેટર

સ્પોન્જ એપ્લિકેટર આઇશેડોને લગાવવા તથા ફેલાવવા માટે ઉપયોગી છે. જો સ્મોકી ઇફએક્ટ જોઈતી હોય તો તમે આનાથી આઇલાઇનરને ફેલાવી પણ શકો.કન્ટૂર બ્રશિસ

બ્લશ ઓન માટે બનેલા આ બ્રશ ચોક્કસ શેઇપમાં હોય છે. તેની મદદથી તમે કન્ટૂર પાઉડરને પરફેક્ટ જગ્યા પર લગાવી શકો છો. આ બ્રશથી  બ્લશઓન લગાવ્યા બાદ તમને એવું લાગતું હોય કે બ્લશ વધારે પડતો સ્ટ્રોન્ગ લૂક આપે છે તો પાઉડર પફ લઇને થોડો લૂઝ પાઉડર લગાવી દેવો.

આઇલેશ કર્લર

આઇલેશિઝને વ્યવસ્થિત રીતે વળાંક આપવા માટે મસ્કારા લગાવતા પહેલાં આઇલેશિઝ કર્લરથી પાંપણો સરખી કરી લેવી.

કોટન રૂ અને ટીશ્યૂ પેપર

મેકઅપ કર્યા બાદ થયેલો પરસેવો લૂછવા કે વધારાનો પાઉડર અથવા તો મેકઅપ સાફ  કરવા માટે કોટન રૂ અથવા ટીશ્યૂ પેપરનો જ ઉપયોગ કરવો.  ટીશ્યૂ વધારાની લિપસ્ટિક કે મેકઅપને શોષવામાં મદદ કરશે. તો ગર્લ્સ આ પ્રકારે તમે પણ તમારી મેકઅપ કિટ અપડેટ કરી લો. જેથી કહીં ભી , કભી ભી તમે તમારા સૌંદર્યને આગવો નિખાર આપી શકો. એ પણ પળવારમાં.