સ્ત્રીઓ માટે એક સામાન્ય ફરિયાદ હોય છેકે પુરૂષોને તો શર્ટ કે પેન્ટમાં ખીસા મળે એટલે તેમને મોટામસ પર્સ ઉઠાવવાની તકલીફ નથી રહેતી અને દરેક વસ્તુ સરળતાથી તેઓ પોકેટમાં મૂકી શકે છે. પરંતુ સ્ત્રીઓના કોઈ ડ્રેસીસમાં આ પ્રકારની સગવડતા જોવા મળતી નથી. જોકે જેમ ડોક્ટરસ્ પાસે દરેક બિમારીનો ઇલાજ હોય છે તેમ ફેશન નિષ્ણાતો પાસે પણ ફેશનની સમસ્યાને લગતી દરેક મર્ઝ એટલે કે તકલીફોના ઉપાય હાજર હોય છે અને તે પણ સ્ટાઇલિશ ઉપાય.થોડા સમય પહેલા જ એવા ડ્રેસીસ અને ગાઉન ચલણમાં આવ્યા છે જેમાં સરસ મજાના ખીસા હોય વળી તે ખીસા સ્ટાઇલિશ પણ હોય અને તે પહેરવાથી તમારા વ્યક્તિત્વમાં પણ ઓપ આવે છે.કારણ કે આ ખીસાં કહેતા કે પોકેટ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યાહોય છે જે એક સ્ટાઇલ સિમ્બોલ સમા બની રહે છે. તમે તમારા જૂના ફ્રોક કે ગાઉનને આ રીતે પોકેટ દ્વારા ન્યૂ લુક આપી શકોછો. સાથે સાથે એકદમ ફોર્મલ ઇવનિંગ ડ્રેસ સાથે અવનવા પ્રયોગ કરીને તમે તેને એક સ્ટાઇલિશ ડ્રેસ બનાવી શકો છો.
આવા પોકેટ વાળાઅવનવા ગાઉન હાલ ટ્રેન્ડમાં છે પરંતુ તેમાં પણ પોકેટ ગાઉનની હાલ બોલબાલા છે. કોઇ વિશેષ પ્રસંગે અથવા રોજિંદા જીવનમાં તમે આ ગાઉન ધારણ કરી શકો છો. ડ્રેસની ડિઝાઇન અનુસાર પોકેટ ગાઉનમાં એક અથવા બે પોકેટ આપવામાં આવ્યાં હોય છે. આ પોકેટ જ ડ્રેસને એક સ્ટાઇલીશ લૂક આપે છે. તમારી ચોઇસ પ્રમાણે તમે તેમાં એક અથવા બે પોકેટ રાખી શકો છો. જો તમે ફેશનમાં લેટેસ્ટ ટ્રેન્ડને ફોલો કરતાં હોય તો તમારા વોર્ડરોબમાં પોકેટ ગાઉનને ચોકક્સપણે સ્થાન આપો. અત્યાર સુધી આ ગાઉન ફક્ત ફોર્મલ ઇવેન્ટ્સ સુધી સિમિત હતું પરંતુ હવે આ એક પોપ્યુલર ઇવનિંગ ડ્રેસ બની ગયું છે. આ જ કારણે ફેશન ડિઝાઇનરો આ પ્રકારના ડ્રેસ સાથે અવનવા પ્રયોગો કરી રહ્યાં છે. આ ડ્રેસ ખૂબ જ આરામદાયક છે અને તેના પોકેટ્સ આ ડ્રેસને વધારે સ્ટાઇલિશ બનાવે છે.પોકેટ ગાઉન મોટા ભાગે તો ડાર્ક રંગમાં વધારે મળે છે તેમ છતા જો તમને ગમતા હોય તો તમે પેસ્ટલ કલર પણ ટ્રાય કરી શકો છો.
પોકેટ ડ્રેસ કે ગાઉનની સાથે સાથે સ્કર્ટમાં પણ સરસ લાગેછે જો તમારી દેહયષ્ટિ સપ્રમાણ હોય તો તમે પેન્સિલ સ્કર્ટ સાથે પોકેટ રાખી શકો છો અને જેનું શરીર હેવી હોય તેઓ પણ પહોળા અને ઘેરવાળા સ્કર્ટમાં પોકેટ રાખી શકે છે.
પોકેટમાં નાની વસ્તુઓ તો રહી શકે છે પરંતુ જ્યારે તમે પોકેટમાં હાથ રાખીને યોગ્ય પોશ્ચર સાથે ઉભી રહો છો તો તમારી પર્સનાલિટી જ એકદમ અલગ પડે છે. વિદેશમાં તો વેડિંગ ગાઉનમાં પણ સરસ મજાના પોકેટ રાખવામાં આવે છેતો ફ્રોક કે ગાઉનના પોકેટને સરસ મજાના બો કે લેસથી આખા ડ્રેસમાં અલગ પડે તે રીતે મૂકવામાં આવે છે આથી આખા ડ્રેસમાં સેન્ટર ઓફ એટ્રકેશન તે પોકેટ જ બની રહે છે. ઘણી વાર ડિઝાઇનર અતિશય પાતળા કે જાડા વ્યક્તિ માટે એવા પોકેટવાળા ડ્રેસ બનાવે છે જેથી સૌનું ધ્યાન માત્ર તેના પોકેટ પર જ જાય છે નહિં કે જાડા પાતળા શરીર પર. તમે પણ અહીં આપેલી તસવીરો પ્રમાણે તમારા માટે આવા પોકેટવાળા ડ્રેસ ખરીદીશકો છો અથવા તો બનાવડાવી શકો છો.