ઘેરદાર ચણિયા કમ સ્કર્ટની આ નવરાત્રિમાં રહેશે બોલબાલા

જી તો ગલીગલીએ ગણેશ વંદના અને દૂંદાળા દેવની સ્તુતિ સાંભળવા મળી રહી છે ત્યાં તો બજારમાં નવરાત્રિ ચણિયા ચોળી, કેડિયા અને  નવરાત્રિ એકસેસરીઝની ખરીદી માટે ભીડ ઉમટવા લાગી છે. અને કેમ ન હોય? નવરાત્રિના તહેવારમાં ગુજરાતનો માહોલ જ બદલાઈ જાય છે. તો ચાલો આપણે  પણ અત્યારથી નવરાત્રિના વિવિધ ટ્રેન્ડ વિશે માહિતગાર થવા લાગીએ જેથી ફેશન પરસ્ત યુવક યુવ તીઓને અત્યારથી પોતાનો નવરાત્રિ વોર્ટરોબ તૈયાર કરવામાં સરળતા રહે.નવરાત્રિમાં સૌથી મહત્વના હોય છે ચણિયાચોળી, તેમાંય ખાસ કીરને ઘરદાર ઘાઘરાની રોનક તો નવરાત્રિમાં કંઇક અનોખી જ હોય છે. નવરાત્રિની વેશભૂષામાં ભાતીગળ ચણિયો સૌથી અગત્યનો બની જાય છે જે પારપંરિક ગેટઅપને ખાસ, બનાવે છે.  આ વખતે  નવરાત્રિના ચણિયાની ફેશનની વાત કરીએ તો આ વખતે ઘેરદાર ચણિયા અને તે પણ  એથનિક તથા ફ્લાવર ડિઝાઇનના ખૂબ જ ઇન રહેશે. કળીદાર ચણિયા તો નવરાત્રિમાં પહેલેથી જ પસંદગી પામે છે. પરંતુ આ વખતે સ્કર્ટ ટાઇપ ચણિયાની પણ બોલબાલા છે  આ પ્રકારન ચણિયા કમ સ્કર્ટમાં  નીચે બોર્ટર તથા કમર પાસે પાતળી બોર્ડર અને ફન્કી લટકણ હોય છે તેના કારણે નવરાત્રિમાં ચણિયા તરીકે ઉપયોગ કર્યા બાદ તમે આ જ ચણિયાનો સ્ક્ર્ટ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

આ ચણિયા મોટા ભાગે લૂઝ કોટન, રેયોન તથા ક્રશ મટિરિયલમાંથી તૈયાર કરવામાં આવે છે. વળી તેની ડિઝાઇન એવી ભાતીગળ રાખવામાં આવે છે. જે  આવા પરંપરાગત તહેવારો સમયે પહેરવા કામ લાગ છે. નવરાત્રિ સમયે જે ચણિયાને તમે ઓઢણી અને બ્લાઉઝ સાથે પહેરો છે તેને તમે બાકીના દિવસોમાં સ્કર્ટ તરીકે ટી શર્ટે કે  એથનિક ટોપ સાથે સ્ટોલ નાખીને પહેરી શકો છો.આ પ્રકારના સ્કર્ટમાં ઘેરા રંગો ખૂબ સરસ લાગે છે. ઘેરા મરૂન, લીલો, પીળો, કેસરી, બ્રાઉન, બ્લૂ જેવા રંગોમાં વિવિધ ડિઝાઇન ખૂબ શોભી ઉઠે છે. તમે ઇચ્છો તો પેસ્ટલ કલર્સ પણ પસંદ કરી શકો છો.

સ્કર્ટ સાથે શોભી ઉઠે તેવી એકસેસરીઝ પણ બજારમાં મળવા લાગી છે  તેમાંથી પણ  તમે વિવિધ પ્રકારની એકસેસરીઝ પસંદ કરીને તમારી નવરાત્રિને વધુ સ્ટાઇલિશ બનાવી શકો છો.