ઊંચાઈને વધારે દેખાડતી સ્ટાઈલ્સની વાત જ જુદી છે…

દીપિકા પાદુકોણ હોય કે સોનમ કપૂર કે પછી સુસ્મિતા સેન કે અનુષ્કા કપૂર અથવા તો વાણી કપૂર કે અન્ય કોઈ ઉંચી હાઇટ ધરાવતી અભિનેત્રી. તેમના ફિગરનો પ્લસ પોઇન્ટ છે  તેમની હાઇટ સામાન્ય હિરોઇન્સ કરતાં ઘણી વધારે છે. અને તેના કારણે તેમને દરેક પોશાક પહેરે સરસ લાગે છે અને સાડી હોય કે સ્કર્ટ તેમની દેહયષ્ટિ સરસ રીતે શોભી ઉઠે છે.  તેમના આઉટફિટ્સ અને પોશાક જોઇને ઘણી છોકરીઓ નિસાસા નાખતી હોય છે.

કારણ કે તેમની હાઇટ આટલી નથી હોતી અથવા તો સામાન્ય હોય છે. તેના લીધે સપ્રમાણ હાઇટ કે ઉંચી હાઇટ ધરાવતા લોકો સાથે ફોટા પડાવવા  હોય તો પણ  થોડી મૂંઝવણ થતી હોય છે  ઘણી વાર  તો  હાઇટના સમસ્યાને લીધે કેટલાક યુવક કે યુવતીઓના લગ્નસંબંધમાં પણ અંતરાય આવતો હોય છે.  તો ચાલો આજે કોઈ ફેશન વિશે નહીં પરંતુ એવી ફેશન અને સ્ટાઇલ ટિપ્સ વિશે જાણીએ જેના થકી તમે તમારી ઓછી હાઇટ કે સપ્રમાણ હાઇટને થોડી ઉંચી  બતાવી શકો છો. અને તેના માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી.

હાઇટ સપ્રમાણ લાગે કે ઉંચી લાગે તે માટે તમારી હેરસ્ટાઇલ પર ફોક્સ કરી શકો છો.  હાઇટને થોડી ઉંચી બતાવા તમે ઉંચી  પોનીટેલ વાળી શકો છો. તેના કારણે હાઇટ વધારે સારી લાગે છે.  પોની ટેલ સિવાય તમે પણ ટોપ નોટ હેરસ્ટાઇલ પસંદ કરી શકો. જોકે એ વખતે યાદ રાખવું કે  તમે સ્થૂળ ન હોવ. કારણ કે જે સ્ત્રીઓ કે યુવતીઓ  સ્થૂળ હોય તેના ગળે તેમજ ગરદનના ભાગે ચરબી દેખાતી હોય છે જે ઉંચી હેરસ્ટાઇલને કારણે ઝડપથી દેખાઈ આવે છે. આવી યુવતી કે સ્ત્રીઓ  માટે હાફ પોની બેસ્ટ સ્ટાઇલ છે. બંને બાજુથી વાળ લઇને તેને ઉંચા બટરફલાબય કે રબર બેન્ડથી હાફ પોની બનાવી લો આ હેરસ્ટાઇલ તમારી હાઇટન થોડી વધારે બતાવવામાં ઘણી અસરકારક રહેશે. હવે તો વચ્ચેના ભાગે યુવતીઓ નાનું બન કે અંબોડી પણ વાળે છે જે તેમને ટ્રેન્ડી લુક આપે છે.

વાત કરીએ પોશાકની તો એવા ઘણા પોશાક છે જેના દ્વાર તમે તમારી હાઇટને સારી બતાવી શકો છો. તેમાં અત્યારે ઇનટ્રેન્ડ છે.  હાઇ વેસ્ટ પલાઝો. હાઇ વેસ્ટ પલાઝો કમરથી ઉપર હોય છે તેથી પગનો ભાગ લાંબો લાગે છે. જો તમે સ્થૂળ હો તો પલાઝો સાથે લોંગ ટોપ પહેરશો તો સારું રહેશે.

ફ્લોર લેન્થ અનારકલી 

પ્રસંગ કે પાર્ટી માટે ફ્લોરલેન્થ અનારકલી સૌથી બેસ્ટ રહેશે. જેમાં તમને ઘણા બધા ઓપ્શન મળી રહેશે.  જેમાં સાર્ટીન, કોટન, સિલ્ક, લેસ, એમ્બ્રોઇડરી જેવી અનેક પેર્ટન અને સ્ટાઇલ સરળતાથી મળી રહે છે.

ટક ઇન શર્ટ એવો ઓપ્શન છે જે પાતળી અને નીચી યુવતીઓ સરળતાથી અપાનાવી શકે છે. શર્ટ ઇન કરીને  તેની પર બ્લેઝર કે કોટ પહેરી તમે હાઇટ લાંબી બતાવી શકો છો આ ઉફરાંત વર્ટીકલ સ્ટ્રાઇપ્સવાળા વસ્ત્રો પણ તમને હાઇટ બાબતે મદદ કરશે. ઓછી હાઇટવાળી યુવતીઓને વર્ટીકલ સ્ટ્રાઇપ્સ ખૂબ મદદ કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]