વાદળછાયા દિવસોમાં તમારે સનસ્ક્રીન લગાડવાની જરૂર હોય?

CourtesyNykaa.com

આનો એક જ જવાબ છે, હા! અને એની પાછળ થોડુંક વૈજ્ઞાનિક કારણ પણ છેઃ આકાશમાં વાદળો છવાઈ જવાને કારણે સૂર્યના તડકાની તીવ્રતા ઘટી જાય છે, તો પણ 80 ટકા કરચલીઓ પાડતા ઘાતક UV (અલ્ટ્રાવાયોલેટ) ત્વચામાં પ્રવેશવામાં સફળ થાય છે. ઉપરાંત UV કિરણો વાદળોમાંથી ફરી ઉછળીને ફેલાતાં હોય છે અને એ સીધા તમારી ત્વચા સાથે ટકરાતાં હોય છે. મૂળ વાતઃ તમારે વાદળછાયા દિવસોમાં સનસ્ક્રીન લગાડવું જ જોઈએ.

સદ્દનસીબે, એ દિવસો ગયા જ્યારે SPF લગાડવાથી તમારી ત્વચા પર ચિકાશ રહી જતી અને સફેદ ડાઘ પણ રહી જતા હતા. હા, એ વાત ખરી છે કે સનસ્ક્રીનથી આપણી ઘણી સમસ્યાઓ દૂર થઈ છે. આ સૌમ્ય અને ત્વચાને પોષણ આપતી ફોર્મ્યુલા ત્વચાને સૂર્યના ઘાતક તાપ સામે રક્ષણ આપે છે એટલું જ નહીં, પણ ત્વચામાં સંતુલન જાળવે છે અને ત્વચાની અંદરથી સંભાળ લે છે. એવા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ જે મોઈશ્ચરાઈઝિંગ અને ચમકરહિત પદાર્થોનું મિશ્રણ હોય. આની સાથે ઓછામાં ઓછું SP 30 જોડવું જોઈએ જેની તમને ઘણી જ સારી અસર મળશે. વરસાદના દિવસોમાં ઉપયોગી થાય એવા સરસ છ સનસ્ક્રીન નાયકાએ પસંદ કર્યા છે જે લગાડવાથી તમે સુંદર દેખાશો.


Plum Chamomile & White Tea Sheer Matte Day

આ થેલેટ-મુક્ત અને માઈક્રો-ઈમલ્સન ફોર્મ્યુલા ત્વચા પર સનસ્ક્રીનને સરખે ભાગે ફેલાવે છે જેની અસર સરળ અને ચમકરહિત હોય છે અને ત્વચા પર કોઈ સફેદ ડાઘ પણ પડતા નથી. એટલે જ આ એન્ટી-ઓક્સિડન્ટ્સ, કેમોમાઈલ, વ્હાઈટ ટી, ગિંગકો બિલોબા અને ઓલિવના પાનના રસનું આ ગજબનું મિશ્રણ ત્વચાને રાહત આપે છે.


 

Lotus Herbals Safe Sun 3-in-1 Matte-Look Daily Sun Block Pa+++ SPF-40

આ 3-in-1 સનસ્ક્રીન ખરેખર ગજબનું ક્રીમ છે. આ આછા રંગવાળું મોઈશ્ચરાઈઝર છે, સન બ્લોક છે અને સ્કિન લાઈટનર છે – બધું એકમાં જ મળે છે. ઝડપથી શોષી લેતી અને ચિકાશ-મુક્ત ફોર્મ્યુલામાં બર્ચ (ભોજ વૃક્ષની લાકડી), મેલો (એક છોડ) અને હોપ્સ (એક છોડ)ના રસ છે જે ત્વચામાં પડતાં છિદ્રોને સુધારે છે, ત્વચાને ચમકરહિત રાખે છે અને ચિકાશ ઓછી કરે છે.


 

VLCC Matte Look SPF 30 Sun Screen Gel Crème

આ કુદરતી રીતે નિર્મિત અને વ્યાપક ગુણ ધરાવતી સનસ્ક્રીનમાં અનાનસ, હળદર, એલો વીરા, કાકડી, ગાજરનાં બી તથા ત્વચાને અંદરથી પોષણ  આપે એવા તત્ત્વોનાં રસ છે. આ ચિકાશ-મુક્ત, ચમકરહિત ફોર્મ્યુલા તમારી ત્વચાને સંપૂર્ણ UVA અને UVB રક્ષણ આપે છે.


 

Bioderma Photoderm Spot SPF 50 / UVA 38

સૂર્યના તાપ સામે રક્ષણ આપતી આ ક્રીમમાં ગ્લેબ્રિડીન છે, જે લિકરીસ (જેઠીમધ)માંથી પ્રાપ્ત કરવામાં આવે છે. આ ક્રીમ ત્વચાને કાળી પડતી અટકાવે છે અને પિગમેંટેશન થતું રોકે છે. ફોટોડર્મ સ્પોટ ત્વચા પર ડાઘનાં હાઈપરપિગમેંટેશનને અટકાવે છે અને સેલ્યુલર બાયોપ્રોટેક્શન™ ત્વચાને મજબૂત બનાવે છે.


 

Kiehl’s Ultra Light Daily UV Defense SPF 50 PA++++

આ નવી, સુધારેલી ફોર્મ્યુલા છે જેમાં રોઝા ગેલિકા (ફ્રેન્ચ ગુલાબ) છે જે ત્વચાને રાહત આપે છે. આ તેલ, સુગંધ અને રંગ-મુક્ત ફોર્મ્યુલા બિન-કોમેડોજેનિક છે અને Mexoryl SX અને Mexoryl XL નું અનોખું મિશ્રણ છે જે લાંબા UVA સૂર્યકિરણો સામે ત્વચાને રક્ષણ પૂરું પાડે છે.


 

Sebamed Sun Care 30 High Multiprotect Sun Spray Ph5.5 Without Perfume

હાનિકારક અવશોષક UVA કિરણો સામે આ ક્રીમ ૯૮ ટકા રક્ષણ આપે છે. પરફ્યુમ, પેરાબેન અને આલ્કોહોલ-મુક્ત એવી આ ફોર્મ્યુલા ત્વચાને સૂર્યના તડકાથી અને વધતી જતી ઉંમરને લીધે થતી હાનિથી બચાવે છે. સૂર્યના તાપને સહન કરી ન શકતી ત્વચા પર આ અસરકારક સાબિત થયું છે. અત્યંત સંવેદનશીલ ત્વચા પર આનું ડર્મેટોલોજિકલી પરીક્ષણ કરવામાં આવ્યું છે.