આટલી કરશો કેર, તો રહેશે ઊનાળામાં મહેર

ધૂળેટી બાદ તરત જ ગુજરાતમાં આકરી ગરમીએ ભરડો લઈ લીધો છે અને થોડા જ સમયમાં શહેરોમાં ગરમીનો પારો 40થી 43 ડિગ્રીને વટાવી જાય છે સ્વાભાવિક છે આવા સમયે તમે તમારા વોર્ડરોબને અપડેટ કરી લીધું હશે.  સાથે સાથે ત્વચાનું ધ્યાન રાખવું  પણ ખૂબ જરૂરી છે. ગુજરાતમાં અમદાવાદ, કચ્છ,  સૂરત સહિતના ઘણાં એવાં શહેરો છે  જ્યાં ગરમીની સાથે સાથે ભેજ પણ ઘણો રહે છે અને તેવા સમયે મોટાથી માંડીને નાના બાળકો તેમજ યુવાનો અને યુવતીઓની ત્વચા ઘણી સૂકી થઈ જાય છે. ઘણી વાર શરીરમાં પાણી ઘટી જતાં  ચક્કર, કે  અન્ય સમસ્યા પણ સર્જાઈ શકે છે આથી ઉનાળામાં  વસ્ત્રો ભલે સ્ટાઇલિશ પહેરો  પરંતુ  સાથે સાથે તમારી સુંદરતાનું પણ ધ્યાન રાખો તે જરૂરી છે અને ગરમીના પ્રકોપથી બચો પણ તે પણ જરૂરી છે.

ગરમીમાં સુંદરતા જાળવવી ઘણી રીતે કઠિન પડે છે. એક તો આકરો તડકો હોય તેમાં પણ જેઓ  ફીલ્ડનું કામ કરતા હોય તેઓ  પણ આકરી ગરમી અને તડકાનો સામનો કરીને  બેચેન થઈ જતા હોય છે જે સ્ત્રી કે પુરૂષોને બહાર વધારે ફરવાનું રહેતું હોય છે તેઓના હાથ અને પગ તેમજ ગળા અને ગરદનની ત્વચા ટેન એટલે કે શ્યામ  થઈ જાય છે.  કારણ કે સૂર્યના કિરણો આકરા હોય છે. ગરમીમાં સૂર્યના તીવ્ર કિરણોને કારણે ત્વચા શ્યામ પડી જાય છે. એટલે ગરમીમાં ત્વચાની સાચણી માટે વધારે પ્રયત્નો કરવા પડે છે. ગરમીની સાથે સાથે આપણી ત્વચા ધૂળ, પરસેવો, રજોટી જેવી ઘણી ચીજોનો સામનો કરે છે. આ પરિસ્થિતિમાં ત્વચાને ચોખ્ખી અને ચમકતી રાખવા માટે કેટલીક ટિપ્સ અપનાવવી ખૂબ જરૂરી છે.

ત્વચામાં રહેલા કેટલાક કોષો સૂર્યના કિરણોથી આપણી રક્ષા કરે છે માટે એક હદથી વધારે ક્લિન્ઝિંગ ન કરવું કે જેથી કરીને ચામડી એકદમ શુષ્ક થઈ જાય છે. ફેશન કરવી હોય તો પણ એકદમ ટાઇટ વસ્ત્રો ન પહેરવાં ,એકદમ ફીટ વસ્ત્રો પહેરવાને કારણે ત્વચા પર કમર, જાંઘ, બ્રેસ્ટ  વગેરે ભાગમાં ઇચિંગ એટલે કે ચામડી લાલ થઈને ખંજવાળ આવવાની સમસ્યા રહે છે. માટે શક્ય હોય ત્યાં સુધી કોટન અને થોડા ખુલ્લા વસ્ત્રો પહેરવાં

કેટલીક ટિપ્સ

શક્ય હોય તો દિવસમાં એકાદ વાર ચહેરા પર, ગરદન પર તેમજ તૈલીય થતાં ભાગ પર બરફ ઘસવાનું રાખો.

ઉનાળામાં ચામડી એકદમ કોરી પડી જતી હોય તો ત્વચાને ક્લિન્ઝિંગ મિલ્કથી સાફ કરવી જોઈએ. જેથી તે ત્વચાની અંદરનું ભેજનું પ્રમાણ જાળવીને સ્કીન એકદમ મુલાયમ બનાવેલી રાખશે.

ગરમીની સિઝનમાં મેકઅપ ઉતારતી વખતે ગુણવત્તાભર્યા મેકઅપ રિમૂવર અથવા તો બેબી ઓઇલનો ઉપયોગ કરવો.

આ ઉપરાંત સારા ફેશવોશથી ચહેરો સાફ કરવો, દર બે દિવસે ત્વચાને અનુકૂળ પેક લગાવવાથી પણ ગરમીમાં ત્વચા એકદમ ચોખ્ખી રહેશે.

ગરમીના સમયમાં જો અત્યારથી જ  તમે તમારી ત્વચાની કાળજી લેશો તો  આખો ઉનાળો તમે તમારી ત્વચા અને આખું શરીર હાઇડ્રેટ રહેશે. વળી બની શકે તેટલા વધુ પ્રમાણમાં લિકવિડ લેવું તથા પાણીનું પ્રમાણ વધારે હોય તેવા ફળો ખાવા. તેમ જ  ત્વચાને સતત સાફ રાખીને તેની પણ કાળજી પણ રાખવી.

ઉનાળામાં તૈલી ત્વચા એ સૌથી મોટી મુશ્કેલી છે. જેની ત્વચા સામાન્ય હોય તેને પણ તૈલી ત્વચાનો સામનો તો કરવો જ પડે છે. ત્વચા પરથી વધારાનું તેલ શોષવા માટે સવારે અને રાત્રે ત્વચાને સારી રીતે સાફ કરી લેવી. ખાસ કરીને ગરદમ, કોણી, ઘૂંટણની પાછળના ભાગની તેમ જ ચહેરા પર નાકની આસપાસની ત્વચાને એકદમ ચોખ્ખી કરવી. તમે ઉનાળામાં બરફનો ઉપયોગ મન મૂકીને કરી શકો છો. જ્યારે પણ બહારથી આવો ત્યારે ર  ચહેરો સાફ કરીને ચહેરા પર બરફના ટુકડા લગાવી દેવા. અથવા તો બરફના  પાણીની ચહેરો છાલક મારી મારીને સાફ કરવો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]