ઊનાળે પહેરો આ કલર્સના વસ્ત્ર, ખૂબ જચશે…

કાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં જવેલરીથી માંડીને આઉટફિટની ચર્ચા થઈ રહી છે. આ લગ્નમાં ખાસ જોઈએ તો ફેશનની ચર્ચા સામાન્ય રીતે રહેવાની જ. આ લગ્નમાં દરેક સેલિબ્રિટીનો ખાસ પહેરવેશ પણ ધ્યાનમાં આવ્યો. તો વળી તાજેતરમાં રીલીઝ થયેલા કલંક ફિલ્મના ઘર મોરે પરદેસિયા ગીતમાં પણ જાણીતી અભિનેત્રી માધુરી દિક્ષિત તેમજ આલિયા ભટ્ટ અને અન્ય બેકગ્રાઉન્ડ ડાન્સર પેસ્ટલ કલરના ઘરારામાં જોવા મળ્યા હતા.

જેઓ પેસ્ટલ ફેશન  વિશે નથી જાણતા , તેમને ટૂંકમાં જણાવું કે પેસ્ટલ એટલે દરેક ડાર્ક શેડના આછા  કલર. એકદમ આછા રંગ જે   ખાસ  સમર ફેશન તરીકે જ પહેરાય છે . ફેશન નિષ્ણાતોના મત મુજબ હાલમાં લગ્નમાં પેસ્ટલ કલર્સની ફેશન વ્યાપક બની છે આ ટ્રેન્ડ અનુષ્કા શર્માના બ્રાઇડલ વેર બાદ આ ફેશન પ્રચલિત બની છે. અનુષ્કાએ એકદમ બેબી પિન્ક  અને વ્હાઇટ ચણિયાચોળી પહેર્યા હતા. ત્યાર બાદ હવે ધીરે ધીરે એકાદ વર્ષમાં લગ્ન તેમજ અન્ય ફંક્શનમાં પેસ્ટલ વેરનો ટ્રેન્ડ વ્યાપક બન્યો છે.

આકાશ અને શ્લોકાના લગ્નમાં પણ જે સેલિબ્રિટી આવ્યા તે તમામના ફેશનવેરનું અવલોકન કરતા ખબર  પડે કે કરીના કપૂર, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટે સ્પ્રિંગ એટલે કે વાસંતી ઋતુ ઉનાળાને આવકારતા કલર પસંદ કર્યા હતા. તો ઇશા અંબાણી એ પણ લાઇટ પિન્ક કલરના આઉટફિટ પસંદ કર્યા હતા. તો શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ પણ લાઇટ ગ્રે રંગની સિકવન્સવાળી સાડી પહેરી હતી.

લાઇટ રંગો ગરમીની સિઝન આવી રહી હોવાની દસ્તક આપતા હતા.  જોકે આ વખતે માર્ચ મહિનો  ઓલમોસ્ટ પૂર્ણ થવા આવ્યો છે ત્યારે હવે ગુજરાતમાં ગરમી જામી રહી છે. જોકે સવાર સવારમાં ઠંટા પવન ગરમીનો અનુભવ નથી કરાવતા તેથી એપ્રિલ-મે મહિના માટે તમે  પેસ્ટલ રંગો સાથેનું વોર્ડરોબ ચોક્કસ તૈયાર કરી શકો છો.

પેસ્ટલ પહેરતી વખતે  તમારી ત્વચાનો રંગ કેવો છે તે બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ભારતીય ત્વચા પર લાઇટ પર્પલ, લેમન, પિન્ક, મરૂનનો એકદમ લાઇટ શેડ જેમાં વ્હાઇટનું કોમ્બિનેશન હોય, પેસ્ટલ  આસમાની, બ્લૂ અને ગ્રીન જેવા તમામ કલર્સ તમે ટ્રાય કરી શકો છો. પહેલા આ કલરના કુર્તા જ મળતા હતા. પરંતુ હવે ધીરે ધીરે આ રંગો પ્રસંગોપાત પહેરવાના વસ્ત્રોમાં પણ સામેલ થવા લાગ્યા છે અને ઘણી યુવતીઓ પોતાના લગ્નના જુદા જુદા ફંક્શનમાં પેસ્ટલ શેડના આઉટફિટસને આવકારી રહી છે.

જ્યારે તમે પેસ્ટલ શેડ પહેરો ત્યારે ધ્યાન રાખવું કે તમારી એકસેસરીઝ થોડી બ્રાઇટ હોવી જોઈએ. જેથી લાઇટ અને ડાર્કનું કોમ્બિનેશન જળવાઈ રહે. લાઇટ કુર્તામાં તમે ડાર્ક સિલ્વર બટન કે ચેઇનનું કોમ્બિનેશન કરી શકો છો. આકાશ અંબાણીના લ્ગનમાં જે સેલિબ્રિટી  એકટ્રેસ પેસ્ટલ  પહેરીને આવી હતી તેમણે પોતાનો લુક પર્સ અને ચોકર સેટ દ્વારા અલગ પાડ્યો હતો. ચોકર કેવા પોશાક અને  કેવા પ્રસંગમાં શોભી ઉઠે તેની ચર્ચા અગાઉ આપણે કરી ચૂક્યા છીએ.તેથી તેના વિશે અહીં વધારે ચર્ચા કરતા નથી.

પેસ્ટલ શેડમાં ફૂલોની ભાત અને ફૂલની એમ્બ્રોઇડરી ખૂબ શોભી ઉઠે છે. ફૂલોની અમ્બોઈડરી પેસ્ટલ રંગના પોશાકમાં ડાર્ક દોરાના ઉપયોગથી કરવામાં આવે છે તેથી તેનો ઉઠાવ કંઇક અલગ જ આવે છે જેમ કે  પેસ્ટલ પર્પલ કે પિન્ક નેટ માં ડાર્ક ફુશિયા અને  આસમાની રંગની અમ્બ્રોઇડરી તેમજ  એવા જ ઈ લાઇટ સાટીન મટિરિયલમાં ગોલ્ડન કે સિલ્વર દોરા અને જરદોસી વર્ક એકદમ રીચ લાગે છે. અને પેસ્ટલ રંગો સ્ત્રી તેમજ પુરૂષો બંને માટે ખૂબ સારો ઓપ્શન છે. તેથી તમે જો આગામી લગ્ન સિઝન માટે કે તમારા કોઈ મોટા પ્રસંગ માટે  કોઈ ખાસ ડિઝાઇનક આઉટફિટ્ બનાવવા માંગતા હો તો  ઘરના પુરુષી સભ્યો માટે પણ પેસ્ટલ રંગ બેધડક પસંદ કરી શકો છો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]