અનુકૃતિ વાસ બની ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2018

55મી ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2018 સૌંદર્ય સ્પર્ધામાં તામિલ નાડુની અનુકૃતિ વાસ વિજેતા બની છે. જ્યારે ફર્સ્ટ રનર-અપ બની છે હરિયાણાની મીનાક્ષી ચૌધરી, સેકન્ડ રનર-અપ બની આંધ્ર પ્રદેશની શ્રેયા રાવ-કામવારાપુ. હવે પછીની મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ અનુકૃતિ કરશે.

Anukreethy Vas is Femina Miss India World 2018

મુંબઈમાં વરલી વિસ્તારમાં આવેલા એનએસઈ ડોમ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ડોર સ્ટેડિયમ આયોજિત રંગારંગ મુંબઈમાં મિસ ઈન્ડિયા 2018 ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમમાં ગયા વર્ષની મિસ ઈન્ડિયા માનુષી છિલ્લરે અનુકૃતિને વિજેતાનો તાજ પહેરાવ્યો હતો.

કાર્યક્રમમાં બોલીવૂડના અનેક સિતારા તથા અન્ય હસ્તીઓએ હાજરી આપી હતી જેમાં બોબી દેઓલ, કુણાલ કપૂર, મલાઈકા અરોરા, ફેશન ડિઝાઈનર ગૌરવ ગુપ્તા, ક્રિકેટર ઈરફાન પઠાણનો સમાવેશ થાય છે.

19 વર્ષીય અનુકૃતિ ચેન્નાઈની લોયોલા કોલેજની વિદ્યાર્થિની છે અને બી.એ. (ફ્રેન્ચ) ભણી રહી છે. એને અનુવાદક બનવું છે. એનું સપનું સુપરમોડેલ બનવાનું છે.

કાર્યક્રમનું આયોજન બોલીવૂડ નિર્માતા કરણ જોહર અને અભિનેતા આયુષમાન ખુરાનાએ કર્યું હતું.

કાર્યક્રમમાં કરીના કપૂર-ખાન એનાં માદક ડાન્સ દ્વારા છવાઈ ગઈ હતી. અન્ય અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ અને માધુરી દીક્ષિત-નેનેએ પણ ડાન્સ પરફોર્મ કર્યો હતો.

કરીનાએ એની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ ફિલ્મના ‘તારીફા’ ગીતની ધૂન પર ડાન્સ કર્યો હતો.

સ્પર્ધક સુંદરીઓને નેહા ધુપીયા, રકુલપ્રીત સિંહ, પૂજા ચોપરા અને પૂજા હેગડેએ સવાલો પૂછ્યા હતા.

અનુકૃતિએ અન્ય 29 સ્પર્ધકોને હરાવીને તાજ જીત્યો હતો. એનો ઉછેર એની માતાએ કર્યો છે. અનુકૃતિને બાઈક ચલાવવાનું પણ બહુ પસંદ છે.

httpss://www.instagram.com/p/BkNokbvnGPX/?taken-by=bigbollywoodpage