હરિયાળીની ઋતુમાં ખૂબ જામશે આ રંગના શેડ

રસાદી મોસમમાં જ્યારે ટહેલવા નીકળવાનું હોય કે કોઈ પ્રસંગમાં હાજર રહેવાનું હોય તેવા સમયે કેવા આઉટફિટ્સ અને કેવા રંગના પહેરવા તે ચિંતા ફેશનપરસ્ત યુવક યુવતીઓને એકસરખી રીતે સતાવે છે. હવે અત્યારે ગુજરાતમાં ચોમાસાએ પધરામણી ન કરી હોય પરંતુ ચોમાસા માટે તમે આગવો વોર્ડરોબ તૈયાર કરી લો . જ્યારે વરસાદ આવશે અને આસપાસ હરિયાળીભર્યો માહોલ હોય ત્યારે ગ્રીનરી જેવો જ એક્વા ગ્રીન રંગ અને આકાશના રંગને અભિવ્યક્ત કરતા વાદળી રંગ શોભી ઉઠે છે.

વરસાદી મોસમમાં જ્યારે વરસાદના હળવા હળવા છાંટા અને અનરાધાર વરસાદ આપણને તૃપ્ત કરતાં હોય તેવા સમયે એક્વા બ્લૂ કે એકવા ગ્રીન રંગ સિવાય બીજો કોઈ વિકલ્પ યાદ કરવાનો જ ન હોય.  આ રંગો આ સિઝનમા ખૂબ જામે છે અન કોઈ પણ સ્કીન ટોન પર શોભી ઉછે છે.ચોમાસામાં બ્લૂ રંગના વિવિધ શેડ તથા બ્લૂ રંગને  અન્ય રંગ સાથે મિક્સમેચ કરીને પહેરવાનો વિકલ્પ એકદમ નવતર અને ટ્રેન્ડી છે. ચારે બાજુ પાણીની ભીનાશ અને ઠંડક પ્રવર્તતી હોય ત્યારે ડ્રેસિંગમાં રૂટિન કલરને બદલે એક્વા બ્લૂ રંગનો સમાવેશ કરવાથી તમારા ડ્રેસિંગમાં ટ્રેન્ડી અસર વર્તાશે.સામાન્ય રીતે સ્ત્રીઓ એક્વા બ્લૂ અને ગ્રીન રંગ આછો હોવાથી ચોમાસામાં પહેરવાનો પસંદ કરતી નથી. પરંતુ આ બંને રંગો એક્વા બ્લૂ કે ગ્રીનને ફ્લોરલ પ્રિન્ટ કે યલો, પર્પલ, વ્હાઇટ, ડાર્ક બ્લૂ, ગ્રીન, બીટરૂટ કલર સાથે મેચ કરીને પહેરશો તો એ આ સિઝનમાં એકદમ અલગ લાગશે.

જે યુવક યુવતીઓ જોબ કરે છે તે પણ એક્વા બ્લૂ કે ગ્રીન રંગની કુર્તી કે સલવાર કમીઝ અને વકો બ્લૂ શર્ટ કે ટીશર્ટ અથવા તો કુરતા પર પહેરીના કૂલ સિઝનના ટ્રેન્ડને અનુસરી શકે છે.

એક્વા બ્લૂ કે ગ્રીન રંગ સાથે મેચ થતી લેસ કો બોર્ડર લગાવીને નવા જ પ્રકારની પેર્ટન કરાવી શકાય અથવા તો આ રંગને બેઝ બનાવીને હાથભરત ભરીને પણ કુર્તી એક આગવો લૂક આપી શકાય છે. ખાસ પ્રસંગ માટેની સાડીઓ પણ એક્વા બ્લૂ સહિત વિવિધ કોમ્બિનેશનમાં મળે છે. એક્વા બ્લૂ સાડીમાં ડાર્ક બ્લૂ, ગ્રીન અને જરી વર્કનું કોમ્બિનેશન સિમ્પલ સાડીમાં પણ એકદમ રિચ લૂક આપે છે.

વરસાદની કૂલ સિઝનના ટ્રેન્ડને ફોલો કરવા તમે પર્સ, ફૂટવેર, બેંગ્લ્સ, બેલ્ટ જેવી રોજિંદી એક્સેસરીઝમાં એક્વા બ્લૂ રંગનો સમાવેશ કરશો તો સ્વાભાવિક રીતે જ તમારું ડ્રેસિંગ થોડું હટકે લાગશે. હા,જોકે કોઈ પણ એક્વા શેડનો ઉપયોગ કરતી વખતે તેવા વસ્ત્રો પહેરતી વખતે એ બાબત યાદ રાખવી જરૂરી છે કે એક્વા બ્લૂ થવા તો ગ્રીન રંગના ડ્રેસીસ કે સાડી સાથે જ્વેલરી એકસરખા રંગની પહેરવાને બદલે કોન્ટ્રાસ્ટ રંગની પહેરશો તો વધારે સારી લાગશે.

યુવકો તો એક્વા ગ્રીન અને બ્લૂ રંગના સ્પોટસ શૂઝ કે લોફર શૂઝની પસંદગી પણ કરી શકે છે. આછો બ્લૂ રંગ  પહેરનારને એકદમ  કૂલ અને સ્ટાઇલિશ લુક આપે છે બોલિવૂડના ઘણા સેલિબ્રિટી સ્ટાર પોતાના આઉટિંગમાં આ કલરને પ્રાધાન્ય આપતા હોય છે તો તમે પણ વરસાદનું આગમન થાય તે પહેલા તમારી વરસાદી ફેશનને અપડેટ કરી લો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]