રવાની ઈડલી સોફ્ટ બનાવવા માટે, અળદની દાળ ચાર-પાંચ કલાક પલાળીને વાટી નાંખવી અને એમાં ઈડલીનો રવો મિક્સ કરો. તેમજ થોડા પલાળેલા પૌંઆ મિક્સીમાં પિસીને એને પણ મિક્સ કરો. (પૌંઆને બદલે રાંધેલાં ભાત પણ મિક્સીમાં ક્રશ કરીને ઉમેરી શકો છો). આ મિશ્રણ 7-8 કલાક માટે પલાળી રાખો.
(નોંધઃ રવાની ઈડલી માટે ચોખાનો રવો મળે છે. પણ તમે ઘઉંનો રવો પણ વાપરી શકો છો, આ ઈડલી પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. એમાં તમે ભાવતાં વેજિટેબલ્સ ઉમેરી શકો છો.