ઈન્સ્ટન્ટ ઢોકળામાં વેરાયટી જોઈતી હોય તો રવા તથા બટેટાના ઢોકળા બનાવી શકાય! જે ઘણાં સ્વાદિષ્ટ બને છે!
સામગ્રીઃ
- રવો 1 કપ
- પાણી ½ કપ
- ઘી અથવા તેલ 2 ટે.સ્પૂન
- દહીં 2 ટે.સ્પૂન
- બટેટા 2
- ચિલી ફ્લેક્સ 2 ટે.સ્પૂન (અથવા લીલા તીખા મરચાં 2-3)
- આદુ 1 ઈંચ ખમણેલું
- ઈનો અથવા બેકીંગ સોડા ½ ટે.સ્પૂન
- લીંબુનો રસ ½ ટે.સ્પૂન
મિક્સીમાં રવો, પાણી ½ કપ, ઘી તેમજ દહીં નાખીને બારીક પીસી લો. હવે ખમણેલા બટેટામાંથી પાણી નિતારી લઈ આ બટેટાનું ખમણ રવામાં ઉમેરી દો. તેમાં ચિલી ફ્લેક્સ, સ્વાદ મુજબ મીઠું, ખમણેલું આદુ મેળવી દો. આ ખીરું ઢોકળાના ખીરા જેટલું પાતળું હોવું જોઈએ.
એક કઢાઈ અથવા ઢોકળા બાફવા માટેના કૂકર અથવા વાસણમાં સ્ટેન્ડ અથવા કાંઠો મૂકીને 2 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા મૂકો. (થાળીમાં પાણી ન જવું જોઈએ).
એક નોનસ્ટીક તવામાં 1 ટે.સ્પૂન ઘી ગરમ કરી તેમાં જીરુ સાંતળો. ત્યારબાદ ઢોકળાના ટુકડા તેમાં ગોઠવીને શેલો ફ્રાય કરી લો. આ ઢોકળાનો વઘાર રાઈ, લીલા મરચાં અને કળીપત્તા વડે પણ કરી શકાય છે. આ નાસ્તો ટોમેટો કેચ-અપ અથવા લીલી ચટણી સાથે પીરસો.