પવિત્ર અધિક-શ્રાવણ માસમાં કાંદા લસણ વગરનું ભોજન બનાવવું હોય. તેમાં પણ પંજાબી ટેસ્ટવાળું જો પનીરનું શાક બનાવવું હોય તો તે કાંદા લસણ વગર પણ સ્વાદિષ્ટ બની શકે છે!
સામગ્રીઃ
- પનીર ક્યુબ્સ 3 કપ
- દહીં – 500 ગ્રામ
- કાજુ 1 કપ
- શેકેલો ચણાનો લોટ 1 ટી.સ્પૂન
- જીરૂ 1 ટી.સ્પૂન
- હીંગ ચપટી
- આદુનો ટુકડો 1 ઈંચ
- હળદર પાવડર ½ ટી.સ્પૂન
- કાશ્મીરી લાલ મરચાં પાવડર 2 ટી.સ્પૂન
- સૂકા લાલ મરચાં 2
- તમાલપત્ર 2
- લવિંગ 2
- મગજતરીના બી 2 ટે.સ્પૂન
- ખસખસ 1 ટી.સ્પૂન
- કસૂરી મેથી 1 ટી.સ્પૂન
- તેલ
રીતઃ કાજુ, ખસખસ તેમજ મગજતરીના બીને એક બાઉલમાં ગરમ પાણી લઈ તેમાં 3-4 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સીમાં પીસી લેવા.
દહીંમાં શેકેલો ચણાનો લોટ, લાલ મરચાં પાવડર, હળદર પાવડર તેમજ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ તતડાવીને હીંગ ઉમેરો. તેમાં તમાલપત્ર તેમજ ઝીણું ખમણેલું આદુ તેમજ લાલ મરચાં ઉમેરીને 1 મિનિટ સાંતળીને કાજુ, ખસખસ તેમજ મગજતરીની પેસ્ટ નાખીને 2-3 મિનિટ સાંતળો. તેમાં લાલ મરચાં પાવડર, હળદર પાવડર તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવી દો. 2 મિનિટ સાંતળીને તેમાં દહીં ઉમેરીને ચમચા વડે એકસરખું ચલાવતા રહો અને તેલ છૂટું પડે ત્યાં સુધી ગરમ થવા દો. ત્યારબાદ તેમાં પનીરના ટુકડા ઉમેરીને 3-4 મિનિટ સાંતળીને ગેસ બંધ કરી દો. સમારેલી કોથમીર વડે આ શાક ગાર્નિશ કરો.
આ શાક પરોઠા અથવા રોટલી સાથે ગરમા ગરમ પીરસો.