પનીર ચિલી ફ્લેક્સ બોલ્સ્

પનીર ચિલી ફ્લેક્સ બોલ્સ્ એક બહુ જ સ્વાસ્થ્યવર્ધક નાસ્તો છે. જે બહુ જ ઝડપથી બની જાય છે. ચિલી ફ્લેક્સ તેમજ ઓરેગેનોના સ્વાદને લીધે આ નાસ્તો બાળકોને બહુ પ્રિય થઈ રહેશે!

સામગ્રીઃ

  • પનીર 1 કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • રેડ ચિલી ફ્લેક્સ 2 ટે.સ્પૂન
  • ઓરેગેનો 1 ટે.સ્પૂન

રીતઃ પનીરના ઝીણા ટુકડા કરી રાખો. એક પેનને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં ઝીણું કરેલું પનીર 2-3 મિનિટ ગરમ કરી લો અને એક બાઉલમાં કાઢી લો.

આ પનીરમાં થોડું મીઠું સ્વાદ પ્રમાણે મેળવીને તેને લોટની જેમ બાંધી દો. તેમાંથી નાના 1 ઈંચના ગોળા વાળી લો. એક પ્લેટમાં ચિલી ફ્લેક્સ અને ઓરેગેનો લઈ લો. તેમાં પનીરના ગોળા રોળવી લો.

તૈયાર થયેલા પનીર ચિલી ફ્લેક્સ બોલ્સ્ ફ્રીજમાં 1-2 કલાક માટે રાખો. ત્યારબાદ ટોમેટો કેચ-અપ અથવા અન્ય ભાવતા સોસ સાથે પીરસો.